HomeGujaratરાજકોટમાં રાત્રી કર્ફ્યુની મુદ્દતમાં વધારો થતા 31 ડિસેમ્બરના આયોજનો ઉપર પાણીઢોળ

રાજકોટમાં રાત્રી કર્ફ્યુની મુદ્દતમાં વધારો થતા 31 ડિસેમ્બરના આયોજનો ઉપર પાણીઢોળ

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી હાહાકાર મચાવી રહી છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ગઈકાલે મોડી સાંજે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, જામનગર સહિત રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની મુદ્દતમાં વધારો કર્યો છે. જેના કારણે થર્ટીફસ્ટની ઉજવણી કરવા આતુર યુવાધનો અને આયોજકો ઉપરના આયોજન ઉપર પાણીઢોળ થયું છે.

રાજ્યમાં દિવાળી બાદ કોરોનાના નવા કેસો સામે આવી રહ્યાં છે. છેલ્લા એક સપ્તાહથી આ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા નાઈટ કર્ફ્યુ સહિતના નિયંત્રણો હવે કડક કર્યાં છે. તો બીજી તરફ વેક્સિનેશનમાં ઝડપ લાવવા માટે મહાનગરપાલિકા તેમજ જિલ્લા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. પરંતુ કોરોના ઉપર કાબુ મેળવવામાં આવ્યો હોવાનો સરકારના તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યાં છે.

રાજ્યમાં સંભવિત ત્રીજી લહેરની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે આ લહેર હાહાકાર મચાવે તે પહેલા જ વિવિધ ઉજવણીના આયોજનો ઉપર બ્રેક લગાવવામાં આવી છે. તેમજ રાજ્યના આઠ મહાનગરોમમાં રાત્રી કર્ફ્યુનો સમય રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધીનો કરાયો છે. જેની ગતરાત્રીથી જ અમલવારી શરૂ કરાઈ છે. નાતાલ પર્વની ઉજવણી લોકો હર્ષભેર કરી શકે તે પહેલા જ સરકારી નિયંત્રણોથી આ ઉજવણી પણ નિરશ બની રહી હતી. તો ડિસેમ્બરનો અંતિમ દિવસ 31ના રોજ વિવિધ પાર્ટી પ્લોટોમાં ઉજવણી કરવા માટે યુવાધન અત્યંત આતુર હતું. તેમજ અનેક આયોજકોએ 31ની ટિકીટો પણ છપાવી લીધી હતી. ત્યારે સરકારી નિયંત્રણોએ થર્ટી ફસ્ટની ઉજવણી ઉપર પાણીઢોળ કર્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW