નોરા ફતેહીનો તાજેતરમાં એક નવો મ્યુઝિક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે બીજી વખત ગુરૂ રંધાવા સાથે સ્ક્રિન શેર કરી રહી છે. ‘ડાંસ મેરી રાની’ વીડિયો જોરશોરથી ચર્ચામાં છે. પણ હવે આ વીડિયો પાછળની એક સ્ટોરી સામે આવી છે. નોરા સતત પોતાના ડાન્સ મુવને કારણે ચર્ચામાં રહે છે. તો ક્યારે પોતાના હેવી કોસ્ચ્યુમ અંગે પણ દિલ ખોલીને વાત કહે છે. આમ પણ નોરા પોતાના રેગ્યુલર દિવસોમાં પણ સ્ટાઈલશ છે.

વીડિયો સ્ક્રિન પર ભલે નોરા ગ્રેસફૂલ દેખાતી હોય પણ ક્યારેક હકીકત એનાથી ઘણી વિપરીત હોય છે. નોરાએ પોતાની યુટ્યુબ ચેનલમાં એક શુટિંગ દરમિયાન બિહાઈન્ડ ધ સીન વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે શુટિંગ વખતે થયેલી સ્ટોરીઓની વાત કહી છે. જેમાં તે કહે છે કે, તે પોતાના હેવી કોસ્ચુમને કારણે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. શુટિંગના 16 મિનિટ લાંબા વીડિયોમાં નોરા પોતાના ડાન્સ રીહર્સલ્સ અંગે, મેકઅપ, હેરસ્ટાઈલ તથા કોસ્ચ્યુમ અંગે દિલ ખોલીને વાત કરે છે. આ અંગેની કેટલીક વીડિયો ક્લિપ પણ શેર કરી રહી છે. આ વીડિયોમાં તે પોતાની આફ્રિકન ડાન્સ સ્ટાઈલ અંગે વાત કરી રહી છે. રેતી પર ડાન્સ કરી રહેલી નોરાનો આ વીડિયો ઘણો મુશ્કેલી ભર્યો અને ટફ રહ્યો છે. આ ઉપરાંત સતત બદલી રહેલા હવમાનનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. સવારના સમયે ખૂબ જ ગરમી હતી અને સાંજ પડતા જ ધ્રુજાવી દે એવી ઠંડી પડતી હતી. ગીતના એક સિક્વન્સમાં નોરા પગમાં ઘુંઘરૂ પહેરીને સ્ટેપ કરી રહી છે. જેના કારણે એના પગ છોલાઈ ગયા હતા. તેમ છતાં તેમણે કોઈ રીતે શુટિંગ અટકાવ્યું ન હતું. ફટાફટ ડ્રેસ બદલીને તે ડાન્સ સિક્વન્સ પૂરી કરી લીધી હતી. આ ગીતમાં નોરાએ દમદાર હેવી કોસ્ચ્યુમ પહેર્યો છે. સિલ્વર સિમરી આઉટફીટમાં તે મસ્ત લાગી રહી છે.
જ્યારે બીજો એક મર્મેડ આઉટફીટ છે. જેમાં એનો લુક અત્યાર સુધીમાં સૌથી જુદો તરી આવે છે. બંને ડ્રેસને મેનેજ કરવામાં નોરના પરસેવા છૂટી ગયા હતા. મર્મેટ ડ્રેસમાં તેને ગંભીર ઈજા પણ થઈ હતી. વીડિયોને એન્ડમાં એની ક્રુ એને તેડીને અંદર લઈ જાય છે. એ સમયે નોરાની આંખમાંથી આસું નીકળ્યા હતા. તેમણે એવું પણ કહ્યું કે મર્મેડ ડ્રેસને કારણે પગ છોલાઈ ગયા હતા. વીડિયોમાં એવું પણ કહ્યું કે, પગ વધુ તૂટ્યા હોત તો વ્હીલચેર પર જવુ પડત. ડાન્સ જરૂરી છે પણ પગ વગર ડાંસ ન થઈ શકે.

