જીપીએસસી વર્ગ 1 અને 2 તેમજ ચીફ ઓફિસર વર્ગ 1ની પરીક્ષા રવિવારે યોજાનારી છે. રાજ્યભરમાંથી લાખો ઉંમેદવાર આ પરીક્ષા આપવાના છે આ માટે દરેક જિલ્લાના મુખ્ય મથક માં પરીક્ષા કેન્દ્ર ફાળવાયા છે ત્યારે મોરબીમાં પણ અલગ અલગ 9 કેન્દ્ર ફાળવામાં આવ્યા છે મોરબી શહેરની સરકારી અને ખાનગી સ્કૂલમાં કુલ 9 બિલ્ડીંગમાં 89 બ્લોક પર આ પરીક્ષા યોજવવાની છે. જેમાં 2030 ઉમેદવાર પરીક્ષા આપશે.
મોરબીમાં યોજાનારી જીપીએસસી વર્ગ 1 અને 2 તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર પ્રિલિમિનરી પરીક્ષા ધી વી.સી હાઈસ્કૂલ મોરબી, ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાછળ,કન્યા છાત્રાલય કેમ્પસ, નવયુગ વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાછળ, નિલકંઠ વિદ્યાલય, રવાપર રોડ, નિર્મળ વિદ્યાલય, રવાપર કેનાલ રોડ, કિષ્ના સ્કૂલ, રવાપર ઘુનડા રોડ, સાર્થક વિદ્યાલય, કેશર બાગ સામે, ઉમા વિદ્યા સંકલ, ઉમા ટાઉનશીપ સર્કિટ હાઉસ પાસે, સેન્ટ મેરી સ્કુલ, નવલખી રોડ, મોરબી સહિતના સ્થાનો પર લેવામાં આવશે.
પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવાઅધિક કલેક્ટર એન.કે.મુછારે જાહેરનામુ બહાર પાડ્યું છે.જાહેરનામા અનુસાર જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરના વિસ્તારમાં તા.26 રના રોજ પરીક્ષા સમય 10:થી 06. સુધી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ મુકવામાં આવ્યો છે

