અમદાવાદ, શનિવાર
ગુજરાત રાજ્યમાં કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કોરોના નો પગપેસારો થઈ ચૂક્યો છે. ગુજરાતમાં આજ રોજ કોરોના ના 179 નવા કેસ નોંધાયા છે. કોરોના ના કારણે રાજ્યમાં બે લોકોના મોત નિપજયાં છે. આજ રોજ નોંધાયેલા કેસોમાં સૌથી વધુ નવા કેસ અમદાવાદમાં નોંધાવા પામ્યા છે. સુરત, વડોદરા, આણંદ, વગેરે શહેરોમાં પણ કોરોના ના નવા કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં વધતા જતા કોરોના કેસો એ તંત્રની ચિંતા વધારી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં મોટાપાયે પગપેસારો કરી દીધો છે. આજે નોંધાયેલા કોરોના ના નવા કેસો ખૂબ મોટો ઉછાળો નોંધાયો છે. રાજ્યમાં આજે 179 નવા કેસ નોંધાયા છે. કોરોના કારણે રાજ્યમાં બે લોકોના મોત નિપજયાં છે. આજે અમદાવાદ માં કોરોનાના કેસમાં સતત વધારો થતાં આજે 63 નવા કેસ નોંધાયા છે. સુરતમાં 29, આણંદમાં 18, વડોદરામાં 16 કેસ નોંધાયા રાજકોટમાં 15, નવસારીમાં 5, બનાસકાંઠામાં 4 કેસ નોંધાયા ખેડામાં 4, જૂનાગઢમાં 5, કચ્છ અને વલસાડમાં 3 – 3 કેસ
અમરેલી અને ભરૂચમાં 2 – 2 કેસ ગાંધીનગરમાં 3, જામનગરમાં 2માં કેસ નોંધાયા ભાવનગર, દાહોદ અને ગીરસોમનાથમાં 1 – 1 કેસ સુરેન્દ્રનગર અને મહેસાણામાં 1 – 1 કેસ નોંધાયા છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં કોરોના એ પગપેસારો કરતાં તંત્રની ચિંતા વધી છે. જો આ રીતે કેસોની સંખ્યામાં વધારો થતો રહેશે તો રાજ્યમાં કોરોના નો વિસ્ફોટ થતાં વાર નહિ લાગે.

