નવી દિલ્હી, શુક્રવાર
ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન મૂળ વાયરસ કરતા ત્રણ ગણી વધુ ઝડપથી ફેલાય રહ્યો છે. ભારતમાં નવા વેરિએન્ટનો પહેલો કેસ 2 ડિસેમ્બરે મળ્યો હતો, તેના માત્ર 19 દિવસમાં જ તેની ઝપેટમાં આવનારાઓની સંખ્યા 200 થઈ છે. તેનાથી વિપરીત મૂળ કોરોના વાયરસથી સંક્રમણના 200 કેસ મળવામાં 60 દિવસનો સમય લાગ્યો હતો. આ દ્રષ્ટિએ ઓમિક્રોનના સંક્રમણનો દર મૂળ વાયરસના મુકાબલે 318% વધારે છે.
ઓમિક્રોને આ દરમિયાન જ્યાં પ્રતિ દિવસે સરેરાશ 10.5 લોકોને ચેપગ્રસ્ત કર્યા છે, તો શરૂઆતના બે માસ દરમિયાન મૂળ વાયરસે પ્રતિ દિવસ માત્ર 3.3 લોકોને ચેપગ્રસ્ત કર્યા હતા. દેશમાં કોરોનાના સંક્રમણનો પહેલો મામલો 30 જાન્યુઆરી, 2020ના રોજ નોંધાયો હતો. તેના પછી 1 એપ્રિલ, 2020ના રોજ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 200 થઈ હતી. મહત્વપૂર્ણ છે કે ઓમિક્રોનનો પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. તેના પછી તે લગભગ 100 દેશોમાં ફેલાય ચુક્યો છે. આ કારણ છે કે ભારતમાં તેના ઝડપથી ફેલાવાને લઈને જાતભાતની આશંકાઓ વ્યક્ત થઈ રહી છે.
ભારતના 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોન ફેલાય ચુક્યો છે. અત્યાર સુધીમાં તેનાથી 236 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે, તેમાં 106 લોકો ઠીક થઈ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 65 કેસ મળ્યા છે, દિલ્હીમાં 64, તેલંગાણામાં 24, કર્ણાટકમાં 19, રાજસ્થાનમાં 21 અને કેરળમાં 15 નવા કેસ નોંધાયા છે. ડિસેમ્બરમાં ઓમિક્રોનના સંક્રમણની રફ્તાર જોઈએ તો, 2 ડિસેમ્બરે 1 કેસ, 7 ડિસેમ્બરે 32 કેસ, 16 ડિસેમ્બરે 81 કેસ,સ 17 ડિસેમ્બરે 111 કેસ, 21 ડિસેમ્બરે 200 કેસ અને 23 ડિસેમ્બરે ઓમિક્રોન વેરિએન્ટા કેસોની દેશભરમાં સંખ્યા 236 થઈ હતી.

