HomeNationalઓમિક્રોનની બેકાબુ રફ્તાર વચ્ચે વધુ એક વિલન ડેલ્મીક્રોનનો ખતરો, ઘણાં દેશોમાં મચાવી...

ઓમિક્રોનની બેકાબુ રફ્તાર વચ્ચે વધુ એક વિલન ડેલ્મીક્રોનનો ખતરો, ઘણાં દેશોમાં મચાવી રહ્યો છે તબાહી

નવી દિલ્હી, શુક્રવાર

  દક્ષિણ આફ્રિકામાં ગત મહીને સામે આવેલા કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિએન્ટે અમેરિકા અને બ્રિટન સહીતના દુનિયાના ઘણાં દેશોમાં તબાહી મચાવવાનું શરૂ કર્યું છે. આ વેરિએન્ટથી પહેલા ડેલ્ટા તબાહી રહ્યો હતો. પરંતુ હવે એક નવો વેરિએન્ટ સામે આવી ગયો છે. જેનું નામ ડેલ્મીક્રોન છે. અમેરિકા અને યુરોપમાં વધી રહેલા કોવિડ-19ના કેસોની પાછળ ડેલ્મીક્રોનને જવાબદાર માનવામાં આવી રહ્યો છે.

  ડેલ્મીક્રોન વેરિએન્ટ કોરોનાના ડેલ્ટા અને ઓમિક્રોન વેરિએન્ટનું સંયોજન છે અને વધારે ઝડપથી ચેપ પણ ફેલાવે છે. કોવિડ-19 પર મહારાષ્ટ્રની ટાસ્ક ફોર્સના સદસ્ય ડૉ. શશાંક જોશીએ કહ્યુ છે કે ડેલ્ટા અને ઓમિક્રોનના ટ્વિન સ્પાઈટ (એકસાથે ઝડપથી ફેલાવો) ડેલ્મીક્રોનના કારણે યુરોપ અને અમેરિકામાં સંક્રમણના મામલાની એક નાની સુનામી આવી છે. તેમણે કહ્યુ છે કે ઓમિક્રોન દુનિયાના બાકીના દેશોમાં ઝડપથી ફેલાતા ડેલ્ટા વેરિએન્ટનું સ્થાન લઈ રહ્યો છે.

ડેલ્મીક્રોન કેવી રીતે છે ઓમિક્રોનથી અલગ?
  ઓમિક્રોન સાર્સ-કોવ-2નો અત્યાધિક ઉત્પરિવર્તિત B.1.1.1.529 વેરિએન્ટ છે. જે પહેલીવાર દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યો હતો. આ વેરિએન્ટ ઝડપથી ફેલાય છે અને તેનાથી સંક્રમિત વ્યક્તિમાં ડેલ્ટાના મુકાબલે હળવા લક્ષણો જોવા મળે છે. તેમાં મૃત્યુદર ડેલ્ટા વેરિએન્ટથી ઓછો છે. જ્યારે ડેલ્મીક્રોન, ડેલ્ટા અને ઓમિક્રોનનું કોમ્બિનેશન છે. તેના ઝડપથી ફેલાવવાની આશંકા છે. ડેલ્મીક્રોનમાં ડેલ્ટા અને ઓમિક્રોન બંને સ્ટ્રેન એકસાથે મળીને કોવિડ-19ના મામલામાં વધારો કરી રહ્યા છે.

ભારતમાં કેવી છે ડેલ્મીક્રોનની સ્થિતિ ?
 ભારતમાં સત્તાવાર રીતે હજી સુધી ડેલ્મીક્રોનને લઈને કંઈપણ કહેવામાં આવ્યું નથી. રિપોર્ટ્સ પ્રમાણે, દેશમાં આ સમયે ઓમિક્રોનના કુલ 354 મામલા થઈ ગયા છે. ડૉ. શશાંક જોશીએ કહ્યુ છે કે આ વાતનું અનુમાન લગાવવાની હજી સુધી કોઈ પદ્ધતિ નથી, જેનાથી ઉજાગર થઈ શકે કે ડેલ્ટા અને ઓમિક્રોનથી બનેલો નવો વેરિએન્ટ ડેલ્મીક્રોન કેટલી પ્રભાવી થઈ શકે છે?તેવામાં ખુદને સુરક્ષિત રાખવા માટે વાયરસથી બચવાના ઉપાયો અપનાવતા રહેવા જરૂરી છે. ડેલ્મીક્રોન વેરિએન્ટને લઈને ડબ્લ્યૂએચઓ અથવા તો પછી અમેરિકાના રોગ નિયંત્રક અને રોકથામ કેન્દ્ર દ્વારા હજી સુધી કંઈ કહેવામાં આવ્યું નથી. તેની સાથે જ ભારતમાં કોવિડ-19 ટાસ્ક ફોર્સ અથવા તો પછી આઈસીએમઆર માટે બનેલી ટાસ્ક ફોર્સમાં પણ કોઈએ ડેલ્મીક્રોન શબ્દનો ઉપયોગ કર્યો નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW