વોશિંગ્ટન, શુક્રવાર
અમેરિકાએ 2022 માટે ઘણાં વીઝા અરજદારોના પર્સનલ ઈન્ટરવ્યૂની પ્રોસેસને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં H-1Bની સાથે આવનારા કર્મચારીઓ અને સ્ટૂડન્ટ્સ સામેલ છે. આની જાણકારી વિદેશ વિભાગે આપી છે. વિદેશ વિભાગે એક પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે તેણે આ ક્ષેત્રના વીઝાધારકોને પોતાના વીઝાને રિન્યૂ કરવાના મામલામાં પણ ઈન્ટરવ્યૂમાંથી મુક્તિ આપી દીધી છે. અમેરિકાની સરકારના આ પગલાથી દુનિયાભરના અરજી કરનારાઓને રાહત મળશે. તેમા સૌથી મોટી સંખ્યા ભારતીય અને ચીની નાગરિકોની હોય છે.
પ્રેસ રિલીઝમાં ગુરુવારે કહેવામાં આવ્યું છે કે અમને એ ઘોષણા કરતા ખુશી થઈ રહી છે કે કોન્સુલર અધિકારીઓએ અસ્થાયીપણે મંજૂરી આપી છે કે તે 31 ડિસેમ્બર, 2022 સુધી નિમ્નલિખિત શ્રેણઓમાં કેટલીક વ્યક્તિગત પિટીશન આધારીત બિન-અપ્રવાસી વર્ક વીઝા માટે વ્યક્તિગત ઈન્ટરવ્યૂમાંથી રાહત આપશે. તેમાં H-1B વીઝા, એચ-3 વીઝા, એલ વીઝા, ઓ વીઝા સામેલ છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિભાગની વીઝા પ્રોસેસિંગ ક્ષમતામાં કોવિડ-19 મહામારીને કારણે ઘટાડો જોવા મળ્યો છે. જેવું કે વૈશ્વિક યાત્રા ફરીથી શરૂ થઈ રહી છે, તો તેવામાં અમે આ અસ્થાયી પગલું ઉઠાવી રહ્યા છીએ. જેથી વીઝા માટે રાહ જોવોનો સમય સુરક્ષિત અને પ્રભાવી રીતે ઘટાડી શકાય. તે દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાને અમે અમારી પ્રાથમિકતા બનાવી રાખીશું.
કોન્સુલર અધિકારીઓએ હવે લગભગ 1 ડઝન વીઝા શ્રેણીઓ માટે વ્યક્તિગત ઈન્ટરવ્યૂમાંથી છૂટ આપવા માટે અસ્થાયી મંજૂરી આપી છે. તેમાં H-1B, સ્ટૂડન્ટ વીઝા, અસ્થાયી કૃષિ અને બિનકૃષિ કર્મચારી, સ્ટૂડેન્ટ એક્સચેન્જ પ્રોગ્રા, એથ્લીટ, કલાકાર અને મનોરંજન શ્રેણી સાથે સંબંધિત વીઝા સામેલ છે. માર્ચ, 2020માં અમેરિકાના વિદેશ વિભાગે કોરોનાના પ્રકોપને કારણે દુનિયાભરના મોટા ભાગના દેશોમાં તમામ નિયમિત વીઝા સેવાઓને સસ્પેન્ડ કરી હતી. જો કે સેવાઓને મર્યાદીત ક્ષમતા સાથે અને પ્રાથમિકતાના આધારે બહાલ કરવામાં આવી, પરંતુ કેટલીક વીઝા ઓપોઈન્ટમેન્ટ માટે લોકોને મહીનાઓ સુધી રાહ જોવી પડી હતી.
ત્યારે સૌથી વધુ ચર્ચમાં રહેનારા H-1B વીઝાને લઈને ઈન્ટરવ્યૂમાં છૂટ આપવામાં આવી છે. આ એક બિન-આવ્રજન વીઝા છે, જે અમેરિકાની કંપનીઓને વિદેશી કર્મચારીઓને રોજગાર આપવાની મંજૂરી આપે છે. તેના આધારે તકનીકી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો લોકોને નોકરી પર રાખે છે. એચ-1બી વીઝાની ભારતીય આઈટી પ્રોફેશનલ્સની વચ્ચે સૌથી વધુ માંગ છે. તેના માટે સૈદ્ધાંતિક અથવા તકનીકી વિશેષજ્ઞતાની જરૂરત હોય છે.

