ભાવનગર જિલ્લાના પાલીતાણા માં આવેલા શક્તિ નગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના જર્મન શેફર્ડ કુતરા નું નામ સોનું રાખ્યું હતું જે બાબતથી પાડોશી ગુસ્સે ભરાયો હતો અને મહિલા મહિલા પર કેરોસીન છાંટી સળગાવી નાખી હતી ગંભીર હાલતમાં મહિલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બનાવ અંગે પાલીતાણા પોલીસે પાડોશી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં આવેલ શક્તિનગર વિસ્તારમાં રહેતા નીતાબેન જયંતીભાઈ સરવૈયા બે દિવસ પહેલા તેમના ઘરે 6 વર્ષના પુત્ર સાથે હતા ત્યારે તેમની પાડોશમાં રહેતા ઘેલા આલોગતર,સુરા આલગોતર અને રાજુ ગલાણી સહિત 8 શખ્સ ધસી આવ્યા હતા અને તેમની સાથે ઝઘડો કરી તેમના પર કેરોસીન છાંટી સળગાવી દીધી હતી. મહિલા પીડાથી ચીસાચીસ કરી મુકતા તેનો પતિ અને અન્ય લોકો ત્યાં દોડી આવ્યા હતા અને મહિલાને બચાવવા પ્રયાસ કર્યો હતો.

ગંભીર હાલતમાં પ્રથમ પાલિતાણા સીવીલમાં બાદ વધુ સારવાર માટે ભાવનગર સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતાં પાલીતાણા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.મહિલાની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી હતી.ફરિયાદ મુજબ મહિલાએ જર્મન સફર્ડ નામનો કૂતરો પાડ્યો જેનું નામ સોનુ રાખ્યું હતું અને આ બાબતે પાડોશી સુરાભાઈ સાથે ઝઘડો થતો હતો કારણ કે સુરાભાઈની પત્નીનું નામ પણ સોનલબેન હોવાથી તેઓને ખરાબ લાગતું હતું.આ બાબતે ઝઘડો થતા આરોપીઓ એ તેમના પર હુમલો કરી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો

