HomeGujaratમોરબી ન્યુઝ બ્રીફ,મોરબીમાં માછીમારી કરવા ગયેલા યુવકનો મચ્છુ-2 ડેમમાંથી મૃતદેહ મળ્યો

મોરબી ન્યુઝ બ્રીફ,મોરબીમાં માછીમારી કરવા ગયેલા યુવકનો મચ્છુ-2 ડેમમાંથી મૃતદેહ મળ્યો

મોરબીના ઇન્દિરા નગરમાં રહેતા મુન્નાભાઈ કાથડભાઈ પરમાર નામનો યુવક ગત ૧૯મી ના રોજ માછીમારી કરવા ગયો હતો અને અકસ્માતે મચ્છુ નદીમાં ડૂબી ગયો હતો બીજી તરફ યુવક મોડે સુધી પરત ન ફરતા પરિવાર જનોએ તેની શોધખોળ કરી હતી દરમિયાન ગત 23મીના રોજ મુન્નાભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો જેને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોત અંગેની નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ટંકારા ધ્રુવ નગરમાં વીજ શોક લાગતા મહીલાનું મોત મોરબીના ધ્રુવનગરમાં રહેતા ગીતાબેન શામજીભાઈ વાઘેલા નામની મહિલા પોતાના ઘરમાં પાણી ભરવાની ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતી હતી તે દરમ્યાન વીજ શોક લાગતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પીટલમાં ખાસેડવામાં આવી હતી.અહી ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે ટંકારા પોલીસે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી


હળવદના મયુર નગરમાં ખેતરમાં પાણી વળતા યુવાનને હાર્ટ એટેક આવતા મોત
હળવદ તાલુકાના મયુરનગર ગામમાં રહેતા કાળુભાઈ સુખાભાઈ ચાવડા નામના યુવાન ગત તા ૧૬ ના રોજ ખેતરમાં પાણી વાળતા હતા તે દરમીયાન છાતીમાં દુખાવો ઉપડતા બેભાન થઇ ગયા હતા જે બાદ તેઓને સારવાર અર્થે ક્રિષ્ના હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં થી વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પીટલમાં રીફર કર્યા હતા જ્યાં ગત તા ૨૦ ના રોજ મોત થતા પોલીસે એડી નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW