HomeGujaratસૌરાષ્ટ્ર યુનિ. પેપર લીક કાંડમાં બાબરાની કોલેજનું કનેક્શન, પ્રિન્સીપાલ સહિત છની ધરપકડ

સૌરાષ્ટ્ર યુનિ. પેપર લીક કાંડમાં બાબરાની કોલેજનું કનેક્શન, પ્રિન્સીપાલ સહિત છની ધરપકડ

હેડ ક્લાર્ક પેપર લીક કાંડ બાગ સૌરાષ્ટ્ર યુનિ.નું બીકોમનું સેમેસ્ટર 3નું અર્થશાસ્ત્રનું પેપર સોશયલ મીડિયામાં લીક થયું હતું. આ પેપરલીક કાંડનો આમ આદમી પાર્ટી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ત્યારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે પીપરલીક કાંડમાં બાબરાની કોલેજના પ્રિન્સીપાલ સહિત 6 શખ્સોની ધરપકડ કરી છે.

ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા શહેર પ્રમુખ શિવલાલભાઈ બારસીયા, શિક્ષણ સેલના દિગ્વિજયસિંહ વાઘેલા, વિદ્યાર્થી સંગઠનના સૂરજ બગડા સહિતનાઓએ સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા લેવાઈ રહેલી બીકોમ સેમેસ્ટર 3ની પરીક્ષાનું અર્થશાસ્ત્ર વિષયનું પપેર પરીક્ષાના એક કલાક પહેલા જ સોશયલ મીડિયામાં વાઈરલ થયું હતું. ત્યારબાદ ખરાઈ કરીને પેપર ફૂટી ગયાનો દાવો કરીને આમ આદમી પાર્ટીના આગેવાનોએ કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું. જો કે, કુલપતિ દ્વારા યોગ્ય પ્રત્યુતર કે કાર્યવાહી નહીં કરાતા આપના આગેવાનોએ મોડી સાંજે પત્રકાર પરિષદ યોજીને આ અંગેની માહિતી આપી હતી.

ત્યારબાદ કુલપતિ દ્વારા મોડી રાત્રીના પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપતા રજીસ્ટાર અમિત પારેખે યુનિ. પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ વિવિધ ટીમોની મદદથી ગણતરીની કલાકોમાં આ પેપરલીક કાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં શંકાના આધારે અનેક વિદ્યાર્થીઓને રાઉન્ડ અપ કરીને પૂછપરછ હાથ ધરી હતી.

આ પૂછપરછમાં બાબરાની સરદાર પટેલ લો કોલેજના પ્રિન્સીપાલ દિલાવર રહિમભાઈ કુરેશીએ મોકલાવેલું હોવાનું જણાવ્યું હતું દિલાવર કુરેશીને બાબરાથી રાઉન્ડ અપ કરીને પૂછપરછ કરતા કોલેજના પટ્ટાવાળા ભીખુ સવજીભાઈ સેજલીયાના કહેવાથી પેપર લીક કરીને ક્લાર્કને મોકલ્યું હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર પ્રકરણમાં બાબરાની કોલેજના પ્રિન્સીપાલ, ક્લાર્ક, પ્યુન અને જુદી જુદી કોલેજના ત્રણ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW