HomeNationalછત્તીસગઢ : IAS અધિકારીનો મહિલા નેતા પર આરોપ,ચપ્પલથી મારવાની કરાઇ કોશિશ

છત્તીસગઢ : IAS અધિકારીનો મહિલા નેતા પર આરોપ,ચપ્પલથી મારવાની કરાઇ કોશિશ

છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં એક આઈએએસ અધિકારીએ જિલ્લા પંચાયતના એક મહિલા સદસ્ય પર ચપ્પલથી મારવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો છે. તો મહિલા સદસ્યે પણ અધિકારી પર ગેરવર્તુણક કરાયાનો વળતો આરોપ લગાવ્યો છે.

મુંગેલી જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યપાલન અધિકારી રોહિત વ્યાસે જિલ્લા પંચાયતના સભાપતિ લૈલા નનકૂ ભિખારી પર ચપ્પલથી મારવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો છે અને તેમની સામે એફઆઈઆ નોંધવાની માગણી કરી છે. તો મહિલા જનપ્રતિનિધિએ 2017ની બેચના આઈએએસ અધિકારી પર જાતિ આધારીત ગાળાગાળી કરવાનો આરોપ લગાવ્યો છે અને પોલીસને ફરિયાદ નોંધાવી છે. મુંગેલી જિલ્લાની આ ઘટનાનો કથિત વીડિયો પણ સોશયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં એક મહિલા એક વ્યક્તિને ચપ્પલથી મારવાની કોશિશ કરી રહી છે. તે દરમિયાન એક મહિલા પોલીસકર્મી રોકવાની કોશિશ કરતી પણ વીડિયોમાં જોવા મળે છે.

મુંગલી જિલ્લાના પોલીસ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યુ હતુ કે મહિલા જનપ્રતિનિધિ લૈલા નનકૂ ભિખારીએ પોતાની ફરિયાદાં કહ્યુ છે કે જ્યારે તેઓ ગુરુવારે પોતાના પતિ સાથે વિલંબિત કાર્યની સ્વીકૃતિ માટે વ્યાસના રૂમમાં પહોંચ્યા, ત્યારે વ્યાસે કથિતપણે તેમની સાથે ગેરવર્તન કર્યું મહિલા જનપ્રતિનિધિએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે અધિકારીએ જાતિ આધાર પર તેમની સાથે ગેરવર્તન કર્યું અને તેમની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવાની ધમકી આપી હતી.

આઈએએસ અધિકારીએ પણ મહિલા જનપ્રતિનિધિ વિરુદ્ધ પોલીસ અધિક્ષકને ફરિયાદ કરી છે. વ્યાસે ફરિયાદમાં કહ્યુ છે કેજ્યારે તે પોતાના રૂમમાં હતા, ત્યારે મહિલા જનપ્રતિનિધિ લૈલા અને તેમના પતિએ કથિતપણે તેમના પર કાર્યોની મંજૂરી નહીં આપવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં તેમણે તેને સ્થિતિથઈ અવગત કરાવ્યા હતા. અધિકારીએ કહ્યુ છે કે જ્યારે મહિલા આક્રમક થઈ ગઈ, ત્યારે તેઓ પોતાના રૂમની બહાર નીકળી ગયા. પરંતુ મહિલાએ તેમનો પીછો કર્યો અને તેમને ચપ્પલથી મારવાનો પ્રયાસ પણ કર્યો. વ્યાસે પોલીસ અધિક્ષકને સોંપવામાં આવેલી ફરિયાદમાં મહિલા અને તેમના પતિ સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. અધિકારીએ કહ્યુ છે કે પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW