HomeNationalઓમિક્રોનથી 3 ફેબ્રુઆરીએ ટોચ પર હોઈ શકે છે કોરોનાની ત્રીજી લહેર, IIT...

ઓમિક્રોનથી 3 ફેબ્રુઆરીએ ટોચ પર હોઈ શકે છે કોરોનાની ત્રીજી લહેર, IIT કાનપુરના રિસર્ચર્સનું અનુમાન

નવી દિલ્હી, શુક્રવાર

  વિશ્વમાં કોરોનાના સંક્રમણે ફરીથી માથું ઉંચક્યું છે. બ્રિટન જેવા કેટલાક દેશોમાં કોરોનાના નવા કેસો રેકોર્ડ સ્તરે નોંધાય રહ્યા છે. ત્યાર ભારતમાં પણ કોરોનાના નવા વેરિએટ ઓમિક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેને કારણે ચિંતાની સ્થિતિ બનેલી છે. ભારતમાં એક્સપર્ટ્સ કોરોનાની ત્રીજી લહેરને લઈને પણ અનુમાન લગાવી રહ્યા છે. કાનપુર ખાતેની ઈન્ડિયન ઈસ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના રિસર્ચર્સે પણ આના સંદર્ભે એક અભ્યાસ કર્યો છે. તેમનો દાવો છે કે ઓમિક્રોન વેરિએન્ટને કારણે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા છે. તેમણે એ પણ દાવો કર્યો છે કે 3 ફેબ્રુઆરી સુધીમાં દેશમાં તે ટોચ પર રહેવાની શક્યતા છે.

  આઈઆઈટીના રિસર્ચર્સની ટીમે ભારતમાં કોવિડની ત્રીજી લહેરના અનુમાનની ગણથરી ગોજિયન મિક્સર મોડલ નામના સ્ટેટિસટિકલ ટૂલ દ્વારા કરી છે. ઓનલાઈન પ્રીપ્રિંટ સર્વરમાં પ્રકાશિત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાભરમાં કોરોનાનો જે ટ્રેન્ડ દેખાય રહ્યો છે, તે મોડલ દ્વારા ભારતમાં ડિસેમ્બરના મધ્યથી કોરોનાની ત્રીજી લહેર શરૂ થવાની આશંકા વ્યક્ત કરાય છે. તેની સાથે ફેબ્રુઆરીની શરૂઆતમાં તે ચરમ પર પહોંચવાની સંભાવના છે.

  રિસર્ચર્સે ભારતમાં કોરોના વાયરસની પહેલી અને બીજી લહેરના ડેટા અને અન્ય દેશોમાં રહેલા ઓમિક્રોનના કેસની સ્થિતિની ગણતરી કરીને ભારતમાં સંભવિત ત્રીજી લહેરને લઈને અનુમાન રજૂ કર્યું છે. તેના પહેલા ડિસેમ્બરની શરૂઆતમાં પણ આઈઆઈટીના વૈજ્ઞાનિકો દ્વારા ફેબ્રુઆરીમાં કોરોનાની ત્રી લહેર આવવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

  કોવિડ-19ના ગણિતીય અનુમાન પ્રમાણે, આઈઆઈટીના વૈજ્ઞાનિક મનિંદ્ર અગ્રવાલે ડિસેમ્બરની શરૂઆતમાં કહ્યુ હતુ કે ઓમિક્રોનને કારણે કોરોના વાયરસની મહામારીની ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં ચરમ પર પહોંચવાની શક્યતા છે. જ્યારે દેશમાં દરરોજ એક લાખથી દોઢ લાખ સુધીના કેસ સામે આવવાની શક્યતા છે. તેમણે કહ્યુ હતુ કે નવા વેરિએટની સાથે અમારું હાલનું અનુમાન છે કે દેશમાં ફેબ્રુઆરી સુધીમાં ત્રીજી લહેર આવવાની શક્યતા છે, પરંતુ આ બીજી લહેર કરતા હળવી હશે. અત્યાર સુધી આપણે જોયું છે કે ઓમિક્રોનથી થનારા સંક્રમણની ગંભીરતા ડેલ્ટા વેરિએન્ટની જેમ નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW