HomeNationalઓમિક્રોનથી દુનિયામાં થયા છે 26 મોત, અત્યાર સુધીમાં 1.5 લાખ કેસ આવ્યા...

ઓમિક્રોનથી દુનિયામાં થયા છે 26 મોત, અત્યાર સુધીમાં 1.5 લાખ કેસ આવ્યા : આરોગ્ય મંત્રાલય

નવી દિલ્હી, શુક્રવાર

  દુનિયાના 108 દેશોમાં ઓમિક્રોન ફેલાય ચુક્યો છે. અત્યાર સુધીમાં 1.51 લાખ કેસ સામે આવી ચુક્યા છે અને ઓમિક્રોનથી વિશ્વમાં 26 લોકોના જીવ પણ ગયા છે. આ જાણકારી ભારતીય આરોગ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી છે.

  આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યુ છે કે દુનિયાના 108 દેશમાં 1 લાખ 51 હજારથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. 26 લોકોના મોત નીપજ્યા છે. બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, નોર્વે, કેનેડા, જર્મની, સાઉથ આફ્રિકામાં સૌથી વધુ ઓમિક્રોનના કેસ છે.

  રાજેશ ભૂષણે કહ્યુ છે કે ડબ્લ્યૂએચઓએ ત્રણ કારણો આપ્યા છે કે જેના કારણે ઓમિક્રોનને ખતરનાક માનવામાં આવી રહ્યો છે. પહેલું કારણ ગ્લોબલ કેસની સંખ્યા વધારે છે. બીજું એવું લાગે છે કે ઈમ્યુન એસ્કેપ પોટેન્શિયલ વધારે છે અને તે વધુ ચેપ પણ ફેલાવે છે.

  આરોગ્ય મંત્રાલય પ્રમાણે, 7 ડિસેમ્બર, 2021ના રોજ ડબ્લ્યૂએચઓએ કહ્યું કે ડેલ્ટાની રફ્તારથી ઓમિક્રોનની રફ્તાર વધારે છે. તે ચિંતાનો વિષય છે. માટે આપણે સાવધાન રહેવાની જરૂરત છે. કોરોના ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવું જોઈએ. યુકેની સ્ટડી પ્રમાણે, ઓમિક્રોન ઘરની અંદર અને સંપર્કમાં આવવાથી વધારે ઝડપથી ફેલાય રહ્યો છે. પરંતુ રાહતની વાત એ છે કે કોરોનાના ગત ટ્રીટમેન્ટ પ્રોટોકોલ પણ ઉપયોગી છે.

  આરોગ્ય મંત્રાલય પ્રમાણે, દુનિયાભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. 23 ડિસેમ્બરે દુનિયાભરમાં 9.54 લાખ કેસ આવ્યા હતા. તેવામાં આપણે પુરી સાવધાની રાખવી જોઈએ. મંત્રાલયે કહ્યુ છે કે અમેરિકા, યુરોપ અને આફ્રિકામાં કોરોનાના કેસ દર સપ્તાહે વધી રહ્યા છે. જો કે એશિયામાં આ કેસ ઓછા આવી રહ્યા છે. ભારતમાં જોવામાં આવે, તો ગત 24 સપ્તાહમાં દરરોજ સરેરાશ કેસ 7 હજાર છે. ભારતમાં ગત ચાર સપ્તાહથી દરરોજ 10 હજારથી ઓછા કેસ આવી રહ્યા છે. ભલે કેસ ઓછા થયા છે, પરંતુ સાવધાની રાખવી જરૂરી છે.

  આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે ભારતમાં બે લહેરો આવી છે. પહેલી સપ્ટેમ્બર-2020માં અને બીજી લહેર મે-2021માં આવી હતી. જ્યારે દુનિયામાં ચોથી લહેર આવી રહી છે. તેવામાં આપણે સાવધાની રાખવાની જરૂરત છે.

  મંત્રાલય પ્રમાણે, કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, બંગાળ અને મિઝોરમમાં સૌથી વધુ કેસ આવી રહ્યા છે. આપણા માટે ચિંતાની વાત કેરળ અને મિઝોરમથી છે. જ્યાં પોઝિટિવિટી રેટ 6 ટકાથી વધારે છે. 20 જિલ્લામાં કેસ પોઝિટિવિટી રેટ 5 ટકાથી વધારે છે. પરંતુ 10 ટકાથી ઓછો છે. આ 20 જિલ્લા કેરળ, મિઝોરમ, સિક્કીમ અને પશ્ચિમ બંગાળમાં છે. 2 જિલ્લા એ છે કે જ્યાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધારે છે અને આ જિલ્લા મિઝોરમમાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW