અમદાવાદ,ગુરુવાર
રાજ્યમાં અનેકવાર નિર્માણાધિન બ્રિજ તૂટવાની ઘટનાઓ સામે આવતી હોય છે. બાંધકામમાં કરવામાં આવતા ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના કારણે અનેક વાર નાગરિકોને જીવ પણ ગુમાવવા પડતા હોય છે બે દિવસ પહેલા અમદાવાદના SP રિંગરોડ પરનો આકાર પામી રહેલ ઓવરબ્રિજ મોડી રાતે ધડામ કરતા ધરાશાયી થયો હતો જો કે કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નહોંતી. પરતું આસપાસનો લોકોમાં અને વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાય ગયો છે.ત્યારે બ્રિજ ધરાશાયી થવાની ઘટના બાદ માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીનું નિવેદન સામે આવ્યું છે.
પૂર્ણેશ મોદીએ કહ્યું કે જે બ્રિજ ધરાશાયી થયો તે અમારા વિભાગનો નથી, બ્રિજ જે વિભાગનો છે તે વિભાગ દ્વારા એજન્સી સામે તપાસ હાથ ધરાઈ રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ યોગ્ય પગલા લેવામાં આવશે. સાથે જ પૂર્ણશ મોદીએ ટોલનાકા એજન્સીની ગેરરીતિ નહિ ચલાવી લેવાની પણ વાત કરી છે, જે ટોલ રોડ છે ત્યાં જો રોડના મેઈન્ટેનન્સમાં બેદરકારી દેખાશે તો કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટના જ્યારે બની ત્યારે કેટલા શ્રમિકો ત્યાં કામ કરી રહ્યા હતા અને ટ્રાફિક પણ ભારે હતો. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર નથી. સાથે જ અમદાવાદ માથેથી મોટી ઘાત ટળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસનો કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ઔડા દ્વારા છેલ્લા છ મહિનાથી બોપલથી શાંતિપુરા જતા રિંગ રોડ પર વાયએમસી ક્લબ રોડના વળાંક પાસે બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યાં જ આ દૂર્ઘટના સર્જાઇ હતી. જેને લઈને હવે વિભાગીય એજન્સીને તપાસ સોંપાઈ છે.

