અમદાવાદ, ગુરુવાર
બોડકદેવમાં આઈઓસી પેટ્રોલ પંપ પાસેથી મોડી રાતે પસાર થઈ રહેલા એક યુવકને પોલીસે રોકવા ઈશારો કરતાં તે ભાગ્યો હતો. આથી પોલીસ તેનો પીછો કરીને એક ટાવરના નવમા માળ સુધી પહોંચી હતી. જ્યાંથી ભાગેલો યુવક અને તેના 2 મિત્રો મળ્યા હતા, જે ત્રણેયે દારૂ પીધેલો હોવાથી પોલીસે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી.
વસ્ત્રાપુર પોલીસે મંગળવારે રાતે 12.30 વાગ્યે બોડકદેવ આઈઓસી પેટ્રોલ પંપ પાસેના રાજવંશ ટાવર પાસે એક શંકાસ્પદ યુવક દેખાતાં પોલીસે તેને ઊભા રહેવા ઈશારો કરતા, તે પોલીસને જોઈને ભાગ્યો હતો, જેથી પોલીસે તેનો પીછો કરતા, તે યુવક ભાગીને રાજવંશ ટાવરમાં આવેલા રાજવી એપાર્ટમેન્ટના નવા માળે ગયો હતો. પોલીસ તેનો પીછો કરીને ત્યાં પહોંચી ત્યાંથી તે યુવક અને તેના 2 મિત્રો મળ્યા હતા, જે ત્રણેય દારૂ પીધેલી હાલતમાં હોવાથી પોલીસ પૂછપરછમાં તેઓ મેઘાદિત્યસિંહ ખાચર (ઉં.30, કલશ ફ્લેટ, આંબાવાડી), કરણ શેઠ (ઉં.31, પાર્થ ઇન્દ્રપ્રસ્થ ટાવર, વસ્ત્રાપુર) અને કાલ એડમંજ સલદાના (ઉં.29, નીલકંઠ પાર્ક,મેમનગર) હોવાનું જાણવા મળ્યું હતું. (તસ્વીર પ્રતિકાત્મક છે)

