HomeGujaratરાજ્યમાં આગામી 26થી 31 ડિસેમ્બર સુધી ‘સુશાસન સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવશે

રાજ્યમાં આગામી 26થી 31 ડિસેમ્બર સુધી ‘સુશાસન સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવશે

ગાંધીનગર,ગુરુવાર

  કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યમાં આગામી 26થી 31 ડિસેમ્બર સુધી ‘સુશાસન સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવશે. જ્યારે 26 થી ૩૦ ડિસેમ્બર દરમિયાન ‘નદી ઉત્સવ’ મનાવવામાં આવશે. તેવું સરકારના પ્રવક્તા તથા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 25 ડિસેમ્બરે રાજ્યકક્ષાનો સુશાસન દિવસ ગાંધીનગર ખાતે ઉજવાશે. સુશાસન દિવસે નવીન સ્વાગતકક્ષ, નવી નીતિ-પોલિસી, વિવિધ વિભાગોની મોબાઈલ એપનો શુભારંભ કરાશે.વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓ, સાંસદઓ, ધારાસભ્યઓની હાજરીમાં સુશાસન દિવસ ઉજવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 26 ડિસેમ્બરે સુરતમાં તાપી નદીના કિનારે રાજ્યકક્ષાનો નદી ઉત્સવ ઉજવવામાં આવશે.

  ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપેયીના જન્મદિવસ 25 ડિસેમ્બરને ‘ગૂડ ગવર્નન્સ-સુશાસન દિવસ’ તરીકે પ્રતિ વર્ષ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ રાજ્યમાં આગામી 26 થી 31 ડિસેમ્બર સુધી વિવિધ વિભાગો દ્વારા ‘સુશાસન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે. જ્યારે 26 થી 30 ડિસેમ્બર દરમિયાન લોકમાતા નદીને સન્માન આપવા ‘નદી ઉત્સવ’ મનાવાશે તેમ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયોની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતુ.

  નદી ઉત્સવમાં તાપી, નર્મદા અને સાબરમતી નદી ખાતે આરતી, મેરેથોન, સંવાદ અને સફાઈ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. SSC અને HSCના વિદ્યાર્થીઓને તૈયારીનો વધુ સમય મળી રહે તે માટે બોર્ડની પરીક્ષાઓ 15 દિવસ મોડી યોજાશે. પ્રવક્તા મંત્રીએ કહ્યુ કે તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાના સંદર્ભે પેપર લીક થવાની ઘટનાની સંપૂર્ણપણે પારદર્શી તપાસ થાય તે માટે પ્રથમ દિવસથી જ મુખ્યમંત્રી દ્વારા આદેશો આપી દેવાયા છે અને રાજ્યના વિધાર્થીઓને નુકસાન ન થાય તે માટે સતત પ્રયાસો સરકાર કરી રહી છે અને કરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW