HomeGujaratનરેશ પટેલ વડોદરાના છાણીના સપ્તપદી લોન્સ ખાતે ઉપસ્થિત રહ્યા, કહ્યું- 2022 માં...

નરેશ પટેલ વડોદરાના છાણીના સપ્તપદી લોન્સ ખાતે ઉપસ્થિત રહ્યા, કહ્યું- 2022 માં સમાજે પોતાની શક્તિ બતાવવાની

વડોદરા,ગુરુવાર

  ખોડલધામ મંદિરને 21 જાન્યુઆરી 2022ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતાં ખોડલધામ ખાતે માતાજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ખોડલધામમાં પાટોત્સવની ઉજવણીનું આમંત્રણ આપવા ખોડલધામ મંદિરના ટ્રસ્ટી અને લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ સમગ્ર રાજ્યમાં ફરી રહ્યા છે. હાલ નરેશ પટેલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેઓ છાણીના સપ્તપદી લોન્સ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેઓ ખોડલ ધામ મંદિર કામવડના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપી હતી. પટેલ સમાજ માટે આમંત્રણ માટે તેઓ પધારી રહ્યા છે. જેના કારણે વડોદરામાં સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે વિશ્વ ઝઝૂમતું હતું, એ સમયમાં ખોડલધામ સમિતિએ કોરોના યોદ્ધા તરીકે કામ કર્યું છે. ખોડલધામ જેટલું મારું છે એટલું જ તમારું છે. પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે પંચવર્ષીય પાટોત્સવ યોજાશે, આ સમયે એકતાની શક્તિ બતાવવાની છે.

  નરેશ પટેલે કહ્યું કે, સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમને આશ્વાસન આપ્યું છે કે 3 મહિનામાં પાટીદાર આંદોલન સમય થયેલા કેસ પાછા ખેંચાશે. વધુમાં વધુ રાજ્યના યુવાનોને સરકારી નોકરી મળે એવા પ્રયાસ ખોડલધામ એ કર્યા છે. 2017માં 27 પીએસઆઈ ખોડલધામ સમાજએ તૈયાર કર્યા છે. સરદાર વલ્લભ ભાઈ પટેલે કહ્યું છે કે ઘરની વાત ઘરમાં જ રાખજો. 2022 માં સમાજે પોતાની શક્તિ બતાવવાની છે. રાજ્યમાં પેપર લીકની ઘટના વિશે નરેશ પટેલે જણાવ્યું હુતું કે આ એક દુઃખદ ઘટના છે. તેમણે ઉમેર્યું હતું કે,ખોડલધામ સંસ્થા નથી એક વિચાર છે. યુવાનોને નિવેદન છે કે સંગઠનની જ્યોતને મજબૂતથી પકડી રાખજો. વિનંતી કરું છું કે ધંધા -રોજગાર બંધ રાખવા પડે તો પણ એક દિવસ માતાના પાટોત્સવમાં આવો. આવતાં અઠવાડિયે પાટોત્સવ માટે દક્ષિણ ગુજરાત, મુંબઈ, નવી મુંબઈ, પુના અને હૈદરાબાદ યાત્રા કરી આમંત્રણ આપવા જવાનો છું. 21 મી સદીમાં લેઉવા પટેલ માટે ખોડલધામનું ખૂબ મોટું સ્થાન છે. આપણે અંદર અંદર ઝઘડાના નિરાકરણ માટે સમાધાન પંચ ચાલુ કર્યું હતું જેના માધ્યમથી 2 હજારથી વધુ મામલાઓના સમાધાન થયા છે. સમાજના ઉત્તરોત્તર વિકાસ માટે રાજકોટ નજીક અમરેલી ગામ છે, સરકાર પાસેથી 50 એકર જમીન ખરીદી છે, જ્યાં શિક્ષણ અને આરોગ્ય માટે વ્યવસ્થા કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW