HomeNationalભારત સામે કુદ્રષ્ટિ કરનારા શત્રુઓનો થશે ‘પ્રલય’ : ડીઆરડીઓએ કર્યું અત્યાધુનિક બેલેસ્ટિક...

ભારત સામે કુદ્રષ્ટિ કરનારા શત્રુઓનો થશે ‘પ્રલય’ : ડીઆરડીઓએ કર્યું અત્યાધુનિક બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ

નવી દિલ્હી, બુધવાર

  ડીઆરડીઓએ એક બેહદ અત્યાધુનિક મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને ભારતને સંરક્ષણ ક્ષેત્રે વધુ એક મોટી મજબૂતાય પ્રદાન કરી છે. ડીઆરડીઓએ બુધવારે ઓડિશાના તટ પાસે ઓછા અંતરની બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલનું નામ પ્રલય છે. ડીઆરડીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, ભારતે ઓડિશાના તટ નજીક ઓછી રેન્જની, સપાટીથી સપાટી પર પ્રહાર કરવા માટે સક્ષમ નિર્દેશિત બેલેસ્ટિક મિસાઈલ પ્રલયનું સફળ પરીક્ષણ કર્યું છે.

  ડીઆરડીઓ દ્વારા વિકસિત આ નક્કર-ઈંધણ, બેટલફીલ્ડ મિસાઈલ ભારતીય બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામના પૃથ્વિ ડ઼િફેન્સ વ્હિલ પર આધારીત છે. સૂત્રો મુજબ, એપીજે અબ્દુલ કલામ ટાપુથી સવારે લગભગ 10.30 કલાકે પ્રક્ષેપિત કરવામાં આવેલી મિસાઈલે મિશનના તમામ ઉદેશ્યોને પૂર્ણ કર્યા છે. પ્રલય 350થી 500 કિલોમીટરના ઓછા અંતરની, જમીનથી જમીન પર પ્રહાર કરનારી મિસાઈલ છે. તેની પેલોડ ક્ષમતા 500થી 1000 કિલોગ્રામની છે.

પ્રલય મિસાઈલની વિશેષતા-
  આ મિસાઈળની ખાસિયત છે કે તે જમીનથી જમીન પર પ્રહાર કરતી વખતે બેહદ ચોકસાઈપૂર્વક ટાર્ગેટને ધ્વસ્ત કરવા માટે સક્ષમ છે. તે ઓછા અંતરની મિસાઈલ દુશ્મન પર લગભગ 500 કિલોમીટર સુધીમાં પ્રહાર કરવાની શક્તિ ધરાવે છે. ડીઆડીઓ પ્રમાણે, પ્રલય મિસાઈલ પોતાની સાથે 1000 કિલોગ્રામ સુધીના વિસ્ફોટકોનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે.

  રિપોર્ટ્સ પ્રમાણે, આ મિસાઈલને વિકસિત કરવાની વાત 2015થી થઈ રહી હતી. ડીઆરડીઓએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં બેલેસ્ટિક મિસાઈલ પ્રલયનો ઉલ્લેખ કર્યો હતો. આ મિસાઈલની ચોકસાઈ તેને ચીનની બેલેસ્ટિક મિસાઈળોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ બનાવે છે. તે જમીનની સાથે કનસ્ટરથી પણ છોડી શકાય છે. પ્રલય મિસાઈલ અન્ય શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલોની સરખામણીમાં વદુ ઘાતક બનાવાય રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW