HomeGujaratNorth Gujaratપેપરલીક મામલે ભાજપના વિરોધમાં આજે બપોરે ગુજરાત કોંગ્રેસ દ્વારા બાઇક રેલીનું આયોજન

પેપરલીક મામલે ભાજપના વિરોધમાં આજે બપોરે ગુજરાત કોંગ્રેસ દ્વારા બાઇક રેલીનું આયોજન

અમદાવાદ, બુધવાર

   બિનસચિવાલયની હેડક્લાર્કની ભરતીની પરીક્ષાના પેપરલીક મામલે ભાજપના વિરોધમાં આજે બપોરે 2 વાગ્યે ગુજરાત કોંગ્રેસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પાલડી ડો. રાજીવ ગાંધી ભવનથી કલેક્ટર કચેરી સુધીની બાઇક રેલી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસની રેલી નીકળે તે પહેલાં જ ચારે તરફથી પોલીસે રાજીવ ગાંધી ભવનને ઘેરી લીધું છે. તમામ રસ્તાઓ પર પોલીસની ગાડીઓ મૂકી દેવામાં આવી છે.

   જેથી બહારથી કોઈપણ અંદર અને અંદરથી કોઈ બહાર જઈ શકે નહિ. રેલીની પરમિશન ન હોવાથી પોલીસ દ્વારા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની બહારથી અટકાયત કરાશે. ઉલ્લેખનીય છે હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લિંક કૌભાંડ મામલે વિપક્ષ નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપીને છ મુખ્ય માંગણીઓ સાથે રજૂઆત કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW