HomeGujaratNorth Gujaratપેપરલિક મામલે કોંગ્રેસ દ્વારા બાઇક રેલીનું આયોજન : રેલી નીકળે તે પહેલાં...

પેપરલિક મામલે કોંગ્રેસ દ્વારા બાઇક રેલીનું આયોજન : રેલી નીકળે તે પહેલાં જ કોંગ્રેસના શહેર પ્રમુખ, ધારાસભ્યો સહિત 30 જેટલા નેતાઓની અટકાયત

અમદાવાદ, બુધવાર

 રાજયમાં બિનસચિવાલયની હેડક્લાર્કની ભરતીની પરીક્ષાના પેપરલીક મામલે ભાજપના વિરોધમાં આજે બપોરે 2 વાગ્યે ગુજરાત કોંગ્રેસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલડી ડો. રાજીવ ગાંધી ભવનથી કલેક્ટર કચેરી સુધીની બાઇક રેલી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.

  પાલડી રાજીવ ગાંધી ભવનથી રેલી કાઢવા જઈ રહેલા કોંગ્રેસના શહેર પ્રમુખ ચેતન રાવલ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા, હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર NSUIના નેતાઓ અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસની રેલી નીકળે તે પહેલાં જ ચારે તરફથી પોલીસે રાજીવ ગાંધી ભવનને ઘેરી લીધું હતું. તમામ રસ્તાઓ પર પોલીસની ગાડીઓ મૂકી દેવામાં આવી છે. જેથી બહારથી કોઈપણ અંદર અને અંદરથી કોઈ બહાર જઈ શકે નહિ.કોંગ્રેસ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લિંક કૌભાંડ મામલે વિપક્ષ નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપીને છ મુખ્ય માંગણીઓ સાથે રજૂઆત કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW