HomeNationalInter Nationalતાલિબાનોએ ભૂલથી ‘દુશ્મન’ને ટ્રાન્સફર કરી દીધી મોટી રકમ, હવે પાછી આપવાનો થઈ...

તાલિબાનોએ ભૂલથી ‘દુશ્મન’ને ટ્રાન્સફર કરી દીધી મોટી રકમ, હવે પાછી આપવાનો થઈ રહ્યો છે ઈન્કાર

કાબુલ, મંગળવાર

  ગ્રહણ ટાણે સાપ નીકળવા જેવી સ્થિતિ તાલિબાનની દેખાય રહી છે. તાલિબાને ભૂલથી તાજિકિસ્તાન ખાતેના પોતાના દૂતાવાસના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરી દીધા. પરંતુ હવે તાજિકિસ્તાન આ નાણાંની વાપસી કરવાનો ઈન્કાર કરી રહ્યું છે. તાજિકિસ્તાન તાલિબાનનું ઘોર આલોચક છે.

  દુશાનબે ખાતેની ન્યૂઝ વેબસાઈટ એવેસ્ટાએ કેટલાક દિવસો પહેલા જ આ અહેવાલ પ્રકાશિત કર્યા હતા કે તાલિબાને લગભગ 8 લાખ ડોલર એટલે કે 6 કરોડ રૂપિયાથી વધુની રકમ તાજિકિસ્તાનમાં અફઘાની દૂતાવાસના એકાઉન્ટમાં મોકલી હતી. જો કે આ રકમ ટ્રાન્સફર કરવાની ન હતી. મીડિયા અહેવાલ મુજબ, આ નાણાં અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘનીની સરકાર દ્વારા ટ્રાન્સફર કરવાના હતા. આ નાણાંનો ઉપયોગ તાજિકિસ્તાનમાં શરણાર્થી બાળકો માટે સ્કૂલના ફંડિંગ માટે થવાનો હતો. જો કે જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો અને ગની દેશ છોડીને ભાગી ગયા, તો આ ડીલ નિષ્ફળ થઈ હતી.

  કેટલાક સપ્તાહો બાદ સપ્ટેમ્બરમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા, પરંતુ કેટલાક અહેવાલો પ્રમાણે, 4 લાખ ડોલરની આસપાસ જ નાણાં આપ્યા છે. તે સમયે તાલિબાન તરફથી પણ આના સંદર્ભે કંઈ કહેવામાં આવ્યું નથી. જો કે નવેમ્બર આવતા સુધીમાં અફઘાનિસ્તાની ઈકોનોમી સંપૂર્ણપણે કથળી ગઈ અને ત્યારે તાલિબાને તાજિકિસ્તાનની સરકારનો સંપર્ક કરીને પાઈ-પાઈ પાછી આપવા માટે જણાવ્યું. પરંતુ તાજિકિસ્તાનના અધિકારીઓએ આમ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.

  મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે,તાજિકિસ્તાને કહ્યું છે કે તેણે સ્કૂલ તો નથી બનાવી, પરંતુ ચાર માસથી શિક્ષક અને દૂતાવાસના કર્મચારી આ ફંડથી પોતાનું વેતન લઈ રહ્યા છે. તમામ નાણાં દૂતાવાસ અને અફઘાનિસ્તાનના નાગરિકોની જરૂત પર ખર્ચ કરાય રહ્યા છે. તાજિકિસ્તાન સરકાર સત્તાવાર રીતે તાલિબાનને આતંકી સંગઠનોમાં ગણે છે, તેથી હવે આ નાણાં પાછા કરવાનું લગભગ અસંભવ માનવામાં આવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW