પેટ્રોલિયા, મંગળવાર
અમેરિકાના નોર્ધન કેલિફોર્નિયા તટ પર સોમવારે 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ક્ષેત્રમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જો કે કોઈ જાનહાનિના અહેવાલ નથી. રાષ્ટ્રીય હવામાન સેવા વિભાગે કહ્યું છે કે ભૂકંપ બાદ સુનામીની આશંકા નથી.
આ ભૂકંપ બપોરે 12 વાગ્યા પછી આવ્યો અને તેનું કેન્દ્ર નાનાકડા કસબા પેટ્રોલિયાની નજીક સેન ફ્રાંસિસ્કોના પશ્ચિમોત્તરમાં લગભગ 337 કિલોમીટર દૂર એક સમુદ્રતટ નજીક હતું. પેટ્રોલિયામાં 1000થી ઓછા લોકો વસવાટ કરે છે. અમેરિકાના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે જણાવ્યું છે કે આ ભૂકંપના કારણે 1 કરોડ ડોલરથી ઓછાનું નુકસાન થયું છે અને કોઈ જાનહાનિ થઈ નથી. પેટ્રોલિયા જનરલ સ્ટોર પ્રબંધકજેન ડેક્ટરે સેન ફ્રાંસિસ્કો ક્રોનિકલને જણાવ્યુ કે આંચકા લગભગ 20 સેકન્ડ સુધી અનુભવાયા હતા.

