લોકરક્ષક દળ અને સબ ઈન્સપેક્ટરની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વની સૂચના છે. લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ IPS હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યુ કે ઉમેદવારે એક જ વાર શારીરિક કસોટી આપવાની છે.

LRD પરીક્ષાને લઇ IPS હસમુખ પટેલે ટ્વીટ કરીને લખ્યું છે કે, ઉમેદવારો કોલ-લેટરમાં આપેલી સૂચનાઓ બરાબર વાંચી લે. ઉમેદવારે એક જ વાર શારીરિક કસોટી આપવાની છે. બીજી વાર શારીરિક કસોટી આપવાનો પ્રયત્ન કરનાર ઉમેદવાર હાલની તથા સરકારની ભવિષ્યની ભરતી માટે ગેરલાયક ઠરશે. બીજીવાર શારીરિક કસોટી આપવાનો પ્રત્યન કરનાર સામે પગલા લેવાશે. તો અન્ય એક ટ્વિટમાં તેમણે લખ્યું કે, તારીખ બદલવાની અરજી કરનાર ઉમેદવારે તેના સમર્થનમાં દસ્તાવેજી પુરાવા રજુ કરવાના રહે છે. પુરાવા વિનાની અરજી નામંજુર કરવામાં આવે છે.

