HomeNationalપ.બંગાળના હલ્દિયામાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના કેમ્પસમાં ભીષણ આગ, 3ના મોત

પ.બંગાળના હલ્દિયામાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના કેમ્પસમાં ભીષણ આગ, 3ના મોત

હલ્દિયા, મંગળવાર

   ઔદ્યોગિક નગરી હલ્દિયામાં ભીષણ આગ લાગી હતી. આ આગા હલ્દિયાની ઈન્ડિયન ઓઈલ ફેક્ટરીના ગેટનંબર-1ની અંદર લાગી હતી. સૂત્રો પ્રમાણે, આજે મેગ્ડલેન દરમિયાન આગ લાગી હતી. આઈઓસીએલ રિફાયનરીમાં એક હાઈડ્રોઝન સલ્ફાઈડ ટેન્કરમાં આગ લાગી છે. એનડીઆરએફ,પોલીસ, આરોગ્ય અને ફાયરબ્રિગેડને તાત્કાલિક ઘટનાસ્થળ પર મોકલવામાં આવ્યા હતા.ફાયરબ્રિગેડની ઘણી ગાડીઓ આગ બુઝાવવામાં લાગી છે.

   ઘણાં શ્રમિકો ઘાયલ હોવાના અહેવાલ છે. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જાણકારી મુજબ, આ દુર્ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે. હલ્દિયા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પણ સ્થળ પર પહોંચી ગયા છે. જાણકારી મુજબ, આઈઓસી કેમ્પસમાં એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પ્લાન્ટને શટડાઉન કરાય રહ્યો હતો. ત્યારે એક વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી. જાણકારી પ્રમાણે, ફાયર બ્રિગેડની 10 ગાડીઓએ આગ બુઝાવી હતી.

   આ વર્ષે 3 ઓગસ્ટે પણ હલ્દિયા પેટ્રોકેમિકલ્સમાં અચાનક આગ લાગી હતી અને તેમા 3 શ્રમિકો ઘાયલ થયા હતા. આ પ્લાન્ટની પાઈપલાઈનમાં આગ લાગી હતી. નેફ્થા ભંડારણ ટેન્કના યૂનિટના સમારકામ દરમિયાન આ આગ લાગી હતી. જ્યાં સુધી નેફ્થા ટેન્કમાંથી નેફ્થા પુરો થઈ ગયો નહીં, ત્યાં સુધી આગ ચાલુ રહી હતી. નવેમ્બરમાં કોલકત્તાના ઉલ્ટાડાંગા વિસ્તારમાં એક ગોદામમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી તેજ હતી કે તેની આસપાસના ગોદામો પણ તેની ઝપટમાં આવી ગયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW