HomeNationalટીએમસીના રાજ્યસભાના સાંસદ ડેરેક ઑ બ્રાયન સત્ર માટે સસ્પેન્ડ, રુલ બુક ફેંકવાના...

ટીએમસીના રાજ્યસભાના સાંસદ ડેરેક ઑ બ્રાયન સત્ર માટે સસ્પેન્ડ, રુલ બુક ફેંકવાના મામલે કાર્યવાહી

નવી દિલ્હી, મંગળવાર

   તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયનને મંગળવારે ગૃહમાં ગેરવર્તન માટે હાલના સત્રમાંથી બાકી રહેલા સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના ઉપર આરોપ છે કે તેમણે મંગળવારે ચૂંટણી કાયદા સંશોધન વિધેયક – 2021 પર ચર્ચા દરમિયાન કથિતપણે રાજ્યસભાની રુલ બુકને સભાપતિ ફેંકી દીધી હતી.

   રાજ્યસભામાં મંગળવારે મતદાતા યાદી ડેટાને આધાર સાથે જોડવાના ચૂંટણી અધિનિયમ સંશોધન વિધેયક 2021ને પારીત કરી દીધું। આ દરમિયાન વિપક્ષી દળોએ આ બિલનો વિરોધ કર્યો હતો. રાજ્યસભામાંથી વોકઆઉટ કરતા પહેલા ડેરેક ઓ બ્રાયને બિલ પર બે મિનિટ સુધી વાત કરી હતી.

   રાજ્યસભામાંથી સસ્પેન્ડ થવાના મામલે ટીએમસીના સાંસદે ટ્વિટ કર્યું છે કે ગત વખત મને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, જ્યારે સરકાર કૃષિ કાયદાઓને પારીત કરાવી રહી હતી. આપણે તમામ જાણીએ છીએ કે તેના પછી શું થયું. આજે ભાજપની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યો. આજે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે કે જ્યારે ભાજપ લોકશાહીને મજાક બનાવી રહ્યું છે અને ચૂંટણી સુધારા કાયદાને બળજબરીથી પારીત કરાવી રહી છે. આશા છે કે આ બિલ પણ જલ્દીથી રદ્દ થઈ જશે. સંસદમાં વિપક્ષી દળોએ વિધેયકને એક પ્રવર સમિતિને મોકલવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેને ધ્વનિમતથી નામંજૂર કરી દેવામાં આવ્યો હતો. વિપક્ષનું માનવું હતું કે આ બિલ મતદાતાઓની પ્રાઈવસીના અધિકારનો ભંગ કરે છે. જ્યારે રાજ્યસભામાં બિલ પારીત થયું, તો કોંગ્રેસ,ટીએમસી, ડાબેરી પક્ષો, ડીએમકે અને એનસીપીના સાંસદોએ વિરોધમાં વોકઆઉટ કર્યો હતો.

   મહત્વપૂર્ણ છે કે આના પહેલા સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે રાજ્યસભામાં કોંગ્રેસ અને ટીએમસી સહીતના અન્ય વિપક્ષી દળોના 12 સાંસદોને ગત સત્રમાં કથિતપણે કરવામાં આવેલા અશોભનીય આચરણ બદલ આ સત્રના બાકીના સમયગાળા માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમા સીપીએમના ઈલામારમ કરીમ, કોંગ્રેસના ફૂલોંદેવી નેતામ, છાયા વર્મા,રિપુન બોરા, રાજમણિ પટેલ, સૈયદ નાસિર હુસૈન, અખિલેશ પ્રતાપ સિંહ, ટીએમસીના ડોલા સેન અને શાંતા છેત્રી, શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ તથા સીપીઆઈના વિનય વિસ્વમ સામેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW