HomeNationalInter Nationalઅમેરિકામાં ઓમિક્રોનના કેસોનો વિસ્ફોટ, 73% દર્દીઓ કોરોનાના નવા વેરિએન્ટથી સંક્રમિત

અમેરિકામાં ઓમિક્રોનના કેસોનો વિસ્ફોટ, 73% દર્દીઓ કોરોનાના નવા વેરિએન્ટથી સંક્રમિત

વોશિંગ્ટન, મંગળવાર

  કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટે દુનિયાને ફરી એકવાર ભરડામાં લેવાની શરૂઆત કરી છે. અમેરિકામાં તો સ્થિતિ એવી થઈ ચુકી છે કે નવા કોરોનાના કેસમાંથી 73 ટકા દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત છે. સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલે આની જાણકારી આપી છે. સીડીસીએ જણાવ્યું છે કે અમેરિકાએ માત્ર 1 સપ્તાહમાં જ ઓમિક્રોનના કેસમાં 6 ગણો વધારો જોયો છે.

  સીડીસીનો અંદાજ છે કે અમેરિકાના ઘણાં હિસ્સાઓમાં આ આંકડો હજીપણ વધારે છે. ન્યૂયોર્કમાં 90 ટકા નવા કેસોના મામલાની પાછળ ઓમિક્રોન વેરિએન્ટ જ છે. સીડીસી ડાયરેક્ટર ડૉ. રૉશેલ વેલેંસ્કીનું કહેવું છે કે આ આંકડો વધારે છે, પરંતુ તેમાં આશ્ચર્યની કોઈ વાત નથી. અમેરિકામાં ઓમિક્રોનથી પહેલા મોતના પણ અહેવાલ છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સે જણાવ્યું છે કે અમેરિકામાં કોરોનાના એક દર્દીના મોતનું કારણ ઓમિક્રોન વેરિએન્ટ માનવામાં આવે છે. જો કે સત્તાવાર રીતે હજી સુધી આની પુષ્ટિ થઈ નથી.

  ઓમિક્રોન વેરિએન્ટ કેટલો ગંભીર છે અથવા તેના પર વેક્સિન અસરદાર છે કે નહીં ? આવી બાબતોની હજી સુધી જાણકારી મળી શકી નથી. જો કે પ્રારંભિક સ્ટડીમાં એ વાત સામે આવી છે કે જે લોકો વેક્સિનેટેડ થઈ ચુક્યા છે, તેમને બૂસ્ટર ડોઝલ ગાવીને આ સંક્રમણથી બચાવી શકાય છે. આ કારણ છે કે દુનિયાભરમાં હવે બૂસ્ટર ડોઝને લઈને ચર્ચા છેડાય ગઈ છે અને ઘણાં દેશોમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.

  અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેને પણ ટ્વિટ કરીને કહ્યુ છે કે ઓમિક્રોન સંક્રમણ સતત વધી રહ્યો છે. તેમણે લોકોને વેક્સિન લગાવવાની, બૂસ્ટર ડોઝ લેવાની અપીલ કરી છે. દક્ષિણ આફ્રિકામાં ગતક મહિને વેરિએન્ટને લઈને ચેતવણી આપી હતી. તેના પછી 26 નવેમ્બરે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તેને વેરિએન્ટ ઓફ કંસર્ન એટલે કે ચિંતાજનક ગણાવ્યો હતો. તેના પછી ઓમિક્રોન વેરિએન્ટ 90 દેશોમાં ફેલાય ચુક્યો છે અને તેના કુલ કેસ દુનિયાભરમાં 30 હજારની આસપાસ પહોંચી ચુક્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW