HomeNationalInter Nationalફિલિપિન્સમાં RAI વાવીઝોડાંએ મચાવી તબાહી, અત્યાર સુધીમાં 208ના મોત

ફિલિપિન્સમાં RAI વાવીઝોડાંએ મચાવી તબાહી, અત્યાર સુધીમાં 208ના મોત

નવી દિલ્હી, સોમવાર

   ફિલિપિન્સમાં હાલ વર્ષનું સૌથી ભયાનક વાવાઝોડું આવ્યું છે. આ વાવાઝોડાંનું નામ રાય રાખવામાં આવ્યું છે. તેના કારણે ફિલિપિન્સમાં અત્યાર સુધીમાં 208 લોકોના જીવ ગયા છે અને લગભગ 4 લાખ જેટલા લોકો અસરગ્રસ્ત થયા છે.

   ભયાનક વાવાઝોડાં રાયની ઝપટમાં ગુરુવાર અને શુક્રવારે ફિલિપિન્સ આવ્યું હતું. તેના પછી રવિવારથી ત્યાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. જાણકારી પ્રમાણે, બોહોલ ટાપુમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ છે.ત્યાં 72થી વધુ લોકો મોતને ભેંટ્યા છે. ઘણાં લોકો હજીપણ લાપતા છે. હાલ અધિકારી મોતનો આંકડો એકઠો કરવામાં લાગેલા છે. ભૂસ્ખલન અને વ્યાપક પૂરને કારણે જે લોકો મૃત્યુ પામ્યા છે, તેમના યોગ્ય આંકડા એકઠા કરાય રહ્યા છે. વાવાઝોડાંને કારણે ઘણાં સ્થાનો પર વીજળી, પાણીની સપ્લાય બાધિત છે. તેનાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

   રાયને 5મી કેટેગરીનું વાવાઝોડું માનવામાં આવે છે. વાવાઝોડાંની આ શ્રેણી બેહદ ભયાનક ગણાય છે. બોહોલ પ્રાંતની સાથે તેણે સેબૂ, લેયતે,સુરિગાઓ ડેલ નોર્ટ પ્રાંતને પણ પોતાની ઝપટમાં લીધા છે. ત્યાં સર્ફિંગના લોકપ્રિય સ્થાન સિરગાઓ અને દીનાગટ ટાપુ સમૂહ પણ આનાથી અસરગ્રસ્ત થયા છે. રાય વાવાઝોડું હાલ રવિવારે ફિલિપિન્સથી સાઉથ ચાઈના સી તરફ વળ્યું છે. પરંતુ તે પોતાની પાછળ ધ્વસ્ત થયેલા વૃક્ષો, ધ્વસ્ત થયેલા મકાનો અને છતો, નષ્ટ થયેલું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મૂકીને ગયું છે. ઘણાં શહેરોમાં હજી સુધી પાણી ભરાયેલા છે. મહત્વપૂર્ણ છે કે ફિલિપિન્સ દર વર્ષે અંદાજે 20 ભયાનક વાવાઝોડાંનો સામનો કરે છે. આ ટાપુસમૂહ એવી સ્થાન પર છે, તેના કારણે ફિલિપિન્સ એવા દેશોમાં સામેલ છે કે જ્યાં પ્રાકૃતિક આફતો વધુ આવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW