રાજકોટ સી.જી.એસ.ટી.ની ટીમ દ્વારા એસટી ચોરી ઝડપી લેવા હાલ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે હેડક્વાર્ટર પ્રિવેન્ટીવ ટીમ દ્વારા મોરબીના એક સિરામિક ફેકટરીમાં દરોડો પાડયો હતો અને રૂપિયા ૫૦ લાખથી વધુની જીએસટી ચોરી પકડી પાડી હતી આ સિવાય જામનગરમાં પણ ત્યાં જીએસટી ની ટીમે દરોડા પાડયા હતા અને જીએસટી ચોરીના સંદર્ભમાં વિવિધ પ્રકારના દસ્તાવેજોની ચકાસણી માટે કબજે કર્યા હતા અને વધુ તપાસ માટે રાજકોટ હેડ ક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા.
છેલ્લા કેટલાક સમયથી રાજકોટ સિટી એસ્ટેટ દ્વારા અલગ અલગ સ્થળો પર જીએસટી ચોરી રોકવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે મોરબીમાં ટીમ દ્વારા ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી અને સીયારામ ગ્રુપના સ્માર્ટ સિરામિક પ્રાઇવેટ લિમિટેડ મા જી ઝાલા જે પરમાર મુકેશ શર્મા અને અન્ય ઇસ્પેક્ટર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા દરોડા દરમિયાન સાહિત્યની ચકાસણી કરતા રૂપિયા 50 લાખની કરચોરી સામે આવી હતી જે બાદ આઠ લાખની ફાઈન પેનલ્ટી સહિત કુલ ૫૮ લાખ વસૂલ કરવાની તજવીજ હાથ ધરી હતી આજે જામનગરના દરેડ બે માં આવેલ એન.બી.મેટાલિસ્ટ ટ્રેડરને ત્યાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યાંથી મોટા પાયે સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું.

