આગામી ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોના દૈનિક વેતનમાં રૂપિયા 210થી 360નો વધારો કરાયો છે. અનેક વખતની રજૂઆતો બાદ અંતે સરકાર ઝુકી હતી.

પ્રવાસી શિક્ષકોની 2015માં ભરતી કરવામાં આવી હતી. આ ભરતી બાદ અત્યારસુધી તમામ શિક્ષકોનું વેતન એક સમાન રખાયું હતું. જે અંગે પ્રવાસી શિક્ષકો અને સંચાલક મંડળે અનેક વખત સરકારને વેતન વધારવા અંગેની રજૂઆતો કરી હતી. ત્યારબાદ આજે 6 વર્ષ બાદ સરકારે આ અંગેનો નિર્ણય લીધો છે.

પ્રવાસી શિક્ષકોની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માધ્યમમાં ભરતી કરી હતી. આ ભરતી 2015માંથઈ હતી. જે બાદ 6 વર્ષ સુધી તમામ શિક્ષકોને એક સરખું વેતન આપવામાં આવતું હતું. આ અંગે શાળા સંચાલક મંડળ દ્વારા અનેક વખત શિક્ષણ વિભાગ અને મૂખ્યમંત્રીને રજૂઆત કરી હતી. પહેલા જે પ્રાથમિક માધ્યમમાં શિક્ષકોને દૈનિક 300 રૂપિયા વેતન હતુ તેને હવે વધારીને રૂપિયા 510 કરાયું હતું. માધ્યમિક શિક્ષકોનું વેતન જે રૂપિયા 450 હતુ તે વધારીને રૂપિયા 810 અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોનું 540 રૂપિયા વેતન હતુ તે વધારીને હવે 840 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આમ શિક્ષકોના દૈનિક વેતનમાં રૂપિયા 210થી 360નો વધારો કરાયો છે.

