નવી દિલ્હી, સોમવાર
સ્ટાર ટેનિસ ખેલાડી રાફેલ નડાલ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સોમવારે રાફેલ નડાલે ટ્વિટર પર તેના ચાહકોને આ માહિતી આપી હતી. અબુ ધાબીમાં ટૂર્નામેન્ટની રમતમાંથી ઘરે પરત ફરી રહેલા રાફેલ નડાલનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
રાફેલે ટ્વીટ કરીને તેના પ્રશંસકોને માહિતી આપી હતી કે અબુ ધાબી ટૂર્નામેન્ટમાંથી પરત ફર્યા બાદ હું કોરોના પોઝિટિવ આવ્યો છું. જ્યારે હું સ્પેન આવ્યો ત્યારે મેં RT-PCR ટેસ્ટ કરાવ્યો. રાફેલના કહેવા પ્રમાણે, તેને અત્યારે થોડી તકલીફ થઈ રહી છે પરંતુ આશા છે કે તે જલ્દી ઠીક થઈ જશે. રાફેલ નડાલ હાલમાં હોમ ક્વોરેન્ટાઇનમાં છે, તેમજ તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને પણ ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. રાફેલ નડાલે તેના પ્રશંસકોને કહ્યું કે તે આગામી દિવસોમાં ટૂર્નામેન્ટ અને શેડ્યૂલ વિશે તેની તબિયત અનુસાર નિર્ણય લેશે. રાફેલ નડાલે તાજેતરમાં ટેનિસ કોર્ટ પર પુનરાગમન કર્યું હતું. તેને અબુધાબીમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રદર્શની મેચમાં પૂર્વ નંબર 1 ખેલાડી એન્ડી મરે સામે હારનો સામનો કરવો પડ્યો હતો. એન્ડી મરેએ રાફેલ નડાલને 6-3, 7-5થી હરાવ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયન ઓપન રમી રહેલા રાફેલ નડાલ પર શંકા વધી ગઈ છે. ઓસ્ટ્રેલિયન ઓપન 13 જાન્યુઆરીથી શરૂ થવાની છે, રાફેલ નડાલ વિશે પહેલાથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે તે કોરોના ગાઈડલાઈન્સને કારણે તેમાં નહીં રમે. પરંતુ હવે જ્યારે તે પોતે પણ કોરોનાનો શિકાર બની ગયો છે ત્યારે આ શંકા વધુ વધી ગઈ છે.

