HomeGujaratકંગાળ પાકિસ્તાનના મિત્ર ચીનના લોકો પર સૌથી વધુ દેવું, તો ભારત કરતા...

કંગાળ પાકિસ્તાનના મિત્ર ચીનના લોકો પર સૌથી વધુ દેવું, તો ભારત કરતા બાંગ્લાદેશની સ્થિતિ સારી !

નવી દિલ્હી, સોમવાર

  કોરોનાની મહામારીને કારણે દુનિયાભરની ઈકોનોમીઓ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તેને કારણે જ્યાં એક તરફ કમાણીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, તો બીજી તરફ હેલ્થ ઈંફ્રાને મજબૂત કરવા માટે ઝડપથી ખર્ચ વધી રહ્યો છે. તેણે સરકારો પર બહારી કર્જને વધારી દીધું છે.

  ભારત અને પાડોશી દેશોની તુલના કરીએ, તો ચીન સૌથી વધુ દેવામાં છે, જ્યારે બાંગ્લાદેશ ઉપર સૌથી ઓછી ઉધારી છે. પહેલેથી ખરાબ સ્થિતિમાં રહેલું પાકિસ્તાન કર્જના કળણમાં વધારે ખરાબ રીતે ખૂંપી રહ્યું છે. સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનના આંકડા પ્રમાણે, હાલની ઈમરાનખાનની સરકારના કાર્યકાળમાં 20.7 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાનું નવું કર્જ લેવામાં આવ્યું છે. આમ પાકિસ્તાનનું કુલ બહારી કર્જ વધીને પહેલીવાર 50.5 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. ડોલરમાં આ દેવું લગભગ 283 અબજ ડોલર છે. યુનાઈટેડ નેશન્સ વર્લ્ડોમીટરના આંકડા મુજબ, પાકિસ્તાનની કુલ જનસંખ્યા હાલ 227,141,523 છે. આ પ્રકારે પાકિસ્તાનના દરેક વ્યક્તિ રર લગફભગ 1230.50 ડોલરની ઉધારી છે.

  ભારતની વાત કરીએ, તો ભારતની કુલ વસ્તી 1,399,791,068 છે, માર્ચ-2021માં સમાપ્ત થઈ રહેલા નાણાંકીય વર્ષ બાદ ભારત ઉપર કુલ બહારી કર્જ 570 અબજ ડોલરનું છે. કોરોનાના ઓછાયા હેઠળ પસાર થયેલા 2021ના નાણાંકીય વર્ષમાં આ કર્જમાં 11.6 અબજ ડોલરનો વધારો થયો છે. આ પ્રકારે દરેક ભારતીયના હિસ્સામાં 407.14 ડોલરનું દેવું છે. જીડીપીના આકારની દ્રષ્ટિએ દુનિયાની બીજી સૌથી મોટી ઈકોનોમી ચીનની હાલત દેવાના મામલામાં ઠીક નથી. જીન પર કુલ બહારી કર્જ 13009.03 અબજ ડોલરના રેકોર્ડ સ્તર પર છે. વર્લ્ડોમીટર પ્રમાણે, ચીનની વસ્તી દુનિયામાં સૌથી વધુ 1,447,448,228 છે. આમ ચીનના દરેક નાગરિક ઉપર 8971.74 ડોલરનું દેવું છે.કુલ દેવાદારી સાથે જ પ્રતિ વ્યક્તિ કર્જના મામલામાં પણ બાંગ્લાદેશની સ્થિતિ તેના પાડોશીઓની સરખામણીએ સારી છે. બાંગ્લાદેશની વસ્તી 166303498 છે. જ્યારે કુલ બહારી કર્જ 45 અબજ ડોલર છે. આમ બાંગ્લાદેશના દરેક નાગરિક પર 264.70 ડોલરનું સરેરાશ કર્જ છે. આ ચીન અને પાકિસ્તાનની સરખામણીએ ઘણું ઓછું અને ભારત કરતા લગભગ અડધું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW