અમદાવાદ, સોમવાર
અમદાવાદ, સુરત અને વડોદરાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાં છે. ત્યારે શિક્ષણમંત્રી સમક્ષ વાલીમંડળે સ્કૂલો બંધ કરવા તેમજ સંક્રમિત થતાં વિદ્યાર્થીઓનો હોસ્પિટલ અને મેડિકલનો ખર્ચો સરકાર ઉઠાવે તેવી માંગ કરી છે. તે ઉપરાંત શિક્ષણમંત્રીએ સ્કૂલો માટે નવી ગાઈડલાઈનની પણ પરિપત્ર કરીને જાહેરાત કરી છે. આ દરમિયાન અમદાવાદમાં બોપલની શ્રી રામ સ્કૂલમાં માસ્ક વિના ભણાવતા શિક્ષકનો વીડિયો વાયરલ થતાં અનેક સવાલો ઉભાં થયાં છે. આ વીડિયો અંગે સ્કૂલ દ્વારા પગલાં લેવાશે એવું પણ કહેવામાં આવ્યું છે.
અમદાવાદના બોપાલમાં આવેલ શ્રી રામ વિદ્યાલયમાં ઓનલાઇન અને ઓફલાઇન કલાસ એક સાથે ચાલી રહ્યા છે. ત્યારે એક શિક્ષક દ્વારા ક્લાસમાં માસ્ક વિના ભણાવતા હોવાનું સામે આવ્યું છે. સ્કૂલમાં ઓફલાઇન ક્લાસમાં પણ શિક્ષકે માસ્ક પહેર્યું નથી. જેનો વીડિઓ સોશિયલ મીડિયામાં વારયલ થયો છે. વીડિઓને લઈને સ્કૂલમાં નિયમોનું પાલન ના થતું હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદની સ્કૂલોમાં કેસ વધતા શિક્ષણ વિભાગ દ્વારા કડક વલણ અપનાવીને નિયમોનુંપાલન કરવાની વાતો જ કરવામાં આવી રહી છે.

