HomeNationalએક જ દિવસમાં 30 કેસ, અત્યાર સુધીમાં 148 કેસ : શું ભારતમાં...

એક જ દિવસમાં 30 કેસ, અત્યાર સુધીમાં 148 કેસ : શું ભારતમાં ઓમિક્રોને પકડી લીધી બ્રિટન જેવી ઝડપ ?

નવી દિલ્હી, રવિવાર

  શનિવારે દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના30 નવા કેસ સામે આવ્યા છે. આ પહેલા શુક્રવારે 26 નવા કેસ સામે આવ્યા હતા. ગત ત્રણ દિવસમાં ઓમિક્રોનના ચેપની ઝડપ વધી રહી છે. આ પ્રકારે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 148 કેસ નોંધાય ચુક્યા છે. દેશના 12 રાજ્યોમાં ઓમિક્રોનનો ચેપ પહોંચ્યો છે. વિશેષજ્ઞો પ્રમાણે, દેશમાં આ ચિંતાનું કારણ છે. જો કે એક્સપર્ટ્સે કોરાનાના બચાવની પદ્ધતિઓને અપનાવવાની વાત કહી છે.

  શનિવારે દેશમાં ઓમિક્રોનના રેકોર્ડ 30 નવા કેસ સામે આવ્યા હતા. તેમા તેલંગાણામાં 12, મહારાષ્ટ્રમાં 8, કર્ણાટકમાં 6 અને કેરળમાં 4 નવા કેસ સામેલ છે. દેશમાં સતત ત્રીજા દિવસે ઓમિક્રોનના કેસમાં સૌથી વધુ એક દિવસીય વૃદ્ધિ જોવા મળી છે. શુક્રવારે દેશમાં ઓમિક્રોનના 26 નવા કેસ સામે આવ્યા હતા અને ગુરુવારે તેની સંખ્યા 14 કેસની હતી. આ સિવાય મંગળવાર અને બુધવારે 12-12 કેસ સામે આવ્યા હતા.

  દેશના 12 રાજ્યોમાં ઓમિક્રોનની જાણકારી મળી છે. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 48 કેસ નોંધાયા છે. તેના પછી દિલ્હીમાં 22,તેલંગાણામાં 20, રાજસ્થાનમાં 17, કર્ણાટકમાં 14, કેરળમાં 11, ગુજરાતમાં 7, યુપીમાં 2 અને આંધ્રપ્રદેશ, ચંદીગઢ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં એક-એક કેસ સામે આવી ચુક્યો છે.

  આઈસીએમઆરના મહાનિદેશક ડૉ. બલરામ ભાર્ગવે દેશના 24 જિલ્લામાં પાંચ ટકાથી વધુ કોરોના સંક્રમણ દર પર ચિંતા વ્યક્ત કરતા ટેસ્ટિંગ વધારવાની વાત કહી છે. તેની સાથે કહ્યુ છે કે આનાથી સંક્રમણને જલ્દીથી પાંચ ટકાનથી નીચે લાવવાનો પ્રયાસ કરવો પડશે અને તેની સાથે જ ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિતો અને તેના સંપર્કોની તાત્કાલિક ઓળખ કરીને તેમને આઈસોલેટ કરવાની જરૂરત છે.

  ઓમિક્રોન ખતરા પ્રત્યે સાવચેત કરતા નીતિ પંચના સદસ્ય અને કોરોના ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉ. વી. કે. પૉલે લોકોને કોરોના ગાઈડલાઈનનો કડકાઈથી પાલન કરવાની અને જલ્દીથી કોરોના સામેની રસીના બંને ડોઝ લેવાની અપીલ કરી છે. દુનિયાના ઘણાં દેશોમાં કોરોનાના ચેપની ભયાનક સ્થિતિના આંકડા આપતા ડૉ. પૉલે કહ્યુ છે કે આનાથી બચવા માટે વારંવાર હાથ ધોવો, યોગ્ય શારીરિક અંતર રાખો અને માસ્ક પહેરવા જેવી જૂની પદ્ધતિઓનું કડકાઈથી પાલન કરવાની સાથે કારણ વગર પ્રવાસ પણ ટાળવો જોઈએ. તેમણે લોકોને તહેવારો અને અન્ય ધાર્મિક-સામાજિક સમારંભોથી દૂર રહેવાની અપીલ કરી છે. તેની સાથે તેમણે કહ્યુ છે કે શિયાળામાં આમ પણ વાયરસના ઝડપથી ફેલાવવાનો ખતરો હોય છે, માટે નવા વર્ષની ઉજવણીમાં પણ સાવધાનીની જરૂરત છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW