HomeNationalટેપ થાય છે અમારા ફોન, દરરોજ સાંજે રેકોર્ડિંગ સાંભળે છે અનુપયોગી સીએમ...

ટેપ થાય છે અમારા ફોન, દરરોજ સાંજે રેકોર્ડિંગ સાંભળે છે અનુપયોગી સીએમ : IT દરોડા બાદ અખિલેશ યાદવની હૈયાવરાળ

લખનૌ, રવિવાર

   યુપીમાં રવિવારે પણ સમાજવાદી પાર્ટીના કેટલાક નેતાઓ પર ઈન્કમટેક્સ વિભાગના દરોડાની કાર્યવાહી કરી છે. આજે ફરીથી દરોડાને લઈને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે યુપી સરકાર પર નિશાન સાધતા ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ છે કે સરકાર તેમની અને સમાજવાદી પાર્ટીના નેતાઓના ફોન ટેપ કરાવી રહી છે. ખુદ મુખ્યમંત્રી દરરોજ સાંજે રેકોર્ડિંગ સાંભળે છે.

   પોતાની પાર્ટીના રાષ્ટ્રીય સચિવ રાજીવ રાય અને પોતાના ઓએસડી રહેલા જૈનેન્દ્ર ઉર્ફે નીટૂ યાદવ સહીતના નજીકના નેતાઓના ઠેકાણા પર પાડવામાં આવેલા ઈન્કમટેક્સના દરોડાથી ભડકેલા અખિલેશ યાદવે ભાજપ સરકાર પર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યુ છે કે અનુપયોગી સરકાર કરી પણ શું શકે છે. હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂત્ર આપ્યું હતું કે યુપી પ્લસ યોગી બરાબર ઘણું છે ઉપયોગી. તેના પર અખિલેશ યાદવે નિશાન સાધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અનુપયોગી ગણાવ્યા છે.

   યુપીના પૂર્વ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ છે કે અમારા તમામના ફોન કોલ્સને સાંભળવામાં આવી રહ્યા છે. સમાજવાદી પાર્ટી કાર્યાલયના તમામ ફોન સાંભળવામાં આવે છે. મુખ્યમંત્રી ખુદક સાંજે કેટલાક રેકોર્ડિંગ ખુદ સાંભળી રહ્યા છે. તમે (પત્રકાર) જો અમારો સંપર્ક કરો તો સમજી લો, તમારી વાત પણ સાંભળવામાં આવી રહી છે. વિચારો આ સરકાર કેટલી અનુપયોગી છે.

   સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે મે ઘણાં પ્રસંગે કહ્યુ છે કે જેમજેમ ભાજપને હાર સતાવશે, યુપીમાં તેમના નેતાઓની સંખ્યા અને દિલ્હીમાંથી આવનારાઓની સંખ્યા વધી જશે. તેમા પણ કોઈ શંકા ન હતી કે જ્યાં પાર્ટી આવશે, તેમને સહયોગ માટે ઈન્કમટેક્સ વિભાગ, ઈડી, સીબીઆઈનો સહારો લેવામાં આવશે. હજી સુધી આ સંસ્થાઓ તેમના માટે હતી જેમની સરકાર છે, હવે તેનો ઉપયોગ થઈ ર્યો છે સપાની સરકાર બની જાય નહીં. અમારો જૂનો અનુભવ છે કે જ્યારે જ્યારે ભાજપ ચૂંટણી હારવા લાગે છે, ત્યારે ત્યારે આ સંસ્થાઓનો ઉપયોગ કરે છે. ભાજપ હવે કોંગ્રેસના માર્ગે જઈ રહ્યું છે. કેવી રીતે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા અન્ય દળોને ડરાવવામાં આવે છે. યોગી સરકાર બચશે નહીં, જનતાએ મન બનાવી લીધું છે કે યોગ્ય સરકાર બનશે, અનુપયોગી નહીં.

   સમાજવાદી પાર્ટીના નેતાઓના ઘર પર ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડયા બાદ જુબાની જંગ સાથે હોર્ડિંગ વોર શરૂ થયું છે. સમાજવાદી પાર્ટીની છાત્રસભાના પ્રદેશ અધ્યક્ષ દીપૂ શ્રીવાસ્તવે લખનૌમાં પાર્ટી કાર્યાલયની બહાર ભાજપની વિરુદ્ધ હોર્ડિંગ લગાવ્યું છે.તેમા લખ્યુ છે કે અમારી પાસે અખિલેશ છે. ભાજપની પાસે ઈન્કટેક્સ, ઈડી અને સીબીઆઈ છે. લખનૌમાં અખિલેશ યાદવની સરકારમાં ઓએસડી રહેલા જૈનેન્દ્ર યાદવ,કારોબારી રાહુલ ભસીન અને મૈનપુરિમાં મનોજ યાદવને ત્યાં ઈન્કમટેક્સ વિભાગના દરોડા ચાલુ છે. રાહુલ ભસીન પણ અખિલેશના નિકટવર્તી માનવામાં આવે છે. લખનૌમાં મહાનગર ખાતે આવાસ પર શનિવારે દરોડા પાડવામાં આયા હતા. તો મઉમાં રાજીવ રાયના ઘરે લગભગ 15 કલાક સુધી દરોડાની કાર્યવહી ચાલી હતી. તેના પછી અખિલેશ યાદવે તેમને લખનૌ બોલાવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW