નવી દિલ્હી, શનિવાર
દેશમાં દરરોજ ઓમીક્રોનના નવા કેસ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 113 જેટલા કોરોનાના નવા વેરિએન્ટના કેસ સામે આવી ચુક્યા છે. હવે એક્સપર્ટ્સને આશંકા છે કે ઓમીક્રોન અને ડેલ્ટા વેરિએન્ટ મ્યુટેટ થઈને એક મોટો ખતરો બને તેવી શક્યતા છે.
કોરોના વાઈરસના ડેલ્ટા સ્ટ્રેને પહેલા જ આ વર્ષમાં આખી દુનિયામાં તબાહી મચાવી છે. ભારતમાં પણ એપ્રિલ અને મે માસાં આનાથી હજારો લોકોના જીવ ગયા હતા. હવે ઓમિક્રોનની સાથે ખતરો અનેકગણો વધી ગયો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે જો કોઈ દર્દી એક જ સમયમાં ડેલ્ટા અને ઓમીક્રોન બંનેથી સંક્રમિત થઈ જાય છે, તો તે એક પ્રકારે સુપર સ્ટ્રેન હશે, જે ઘણું ખતરનાક સાબિત થઈ શકે છે.
મોડર્નાના મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ. પોલ બર્ટને યુકેની સંસદની વિજ્ઞાન અને તકનીકી સમિતિને જણાવ્યુ કે દુનિયાભરમાં ઓમીક્રોન જેટલી ઝડપથી ફેલાય રહ્યો છે, તેને જોતો તે સુપર સ્ટ્રેન બને તેવી સંભાવનાથી ઈન્કાર કરી શકાતો નથી. તેમણે યુકેના સાંસદોને કહ્યુ છે કે આ ઘણી હદે શક્ય છે કે બંને વેરિએન્ટ જીનને સ્વેપ કરી શકે છે. તેનાથી વધુ એક ખતરનાક સ્ટ્રેન પેદા થવાની શક્યતા છે. જો કે વિશેષજ્ઞોનું માનવું છે કે આની સંભાવના ઓછી છે, પરંતુ આવું થઈ પણ શકે છે.
એક સ્ટડીમાંથી ઉજાગર થયું છે કે ઓમીક્રેન વેરિએન્ટની સાથે ફરીથી સંક્રમણનું જોખમ, અન્ય સ્ટ્રેની સરખામણીમાં પાંચ ગણું વધારે છે. આ સ્ટડી લંડનમાં ઈમ્પિરિયલ કોલેજ દ્વારા કરવામાં આવ્યો છે. સ્ટડીનો નિષ્કર્ષ યુકે સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સી અને રાષ્ટ્રીય આરોગ્ય સેવાના એ લોકોના આંકડા પર આધારીત હતું, જે 29 નવેમ્બરથી 11 ડિસેમ્બરની વચ્ચે કોવિડ પોઝિટિવ આવ્યા હતા. ઓમિક્રોન અત્યાર સુધીમાં 91 દેશોમાં ફેલાય ચુક્યો છે અને તેના 27 હજારતી વધારે કેસો નોંધાય ચુક્યા છે. તો ભારતની વાત કરીએ તો 11 રાજ્યોમાં હાલ ઓમિક્રનો વેરિએન્ટના 113 જેટલા કેસ સામે આવી ચુક્યા છે. જાણકારો મુજબ, ઝડપથી ફેલાતા વેરિએન્ટ ઓમીક્રોનને કારણે દેશમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવે તેવી શક્યતા છે.

