HomeNationalસમાજવાદી પાર્ટીના 3 ફાયનાન્સર્સ પર ITના દરોડા, અખિલેશ યાદવે કહ્યુ- હજી તો...

સમાજવાદી પાર્ટીના 3 ફાયનાન્સર્સ પર ITના દરોડા, અખિલેશ યાદવે કહ્યુ- હજી તો ઈડી અને સીબીઆઈ પણ આવશે

લખનૌ, શનિવાર

   યુપીના પાટનગર લખનૌ, મઉ અને મૈનપુરીમાં સમાજવાદી પાર્ટીના નેતાઓને ત્યાં પડેલા ઈન્કટેક્સના દરોડા પર પક્ષના પ્રમુખ અખિલેશ યાદવે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે ચૂંટણીથી પહેલા આ બધું જાણીજોઈને કરવામાં આવ્યું છે. આ બધું પહેલા પણ થઈ શકતું હતું. પરંતુ બરાબર ચૂંટણી પહેલા આ કાર્યવાહી કરવામાં આવી છે. અખિલેશ યાદવે કહ્યુ છે કે ભાજપની સરકાર ભેદભાવથી કામ કરે છે. આ સરકારે જનતાને પરેશાન કરી છે. પરંતુ હવે જનતાએ નિર્ણય કરવાનો છે કે ભાજપનો ખાત્મો કરવાનો છે.

  ઈન્કમટેક્સ વિભાગની ટીમે શનિવારે સવારે લખનૌ, મૈનપુરી, મઉમાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના નિકટવર્તીઓ અને સમાજવાદી પાર્ટીના નેતાઓના ઘર અને કેમ્પ કાર્યાલયો પર દરોડા પાડયા છે. મૈનપુરીમાં મનોજ યાદવ, લખનૌમાં પૂર્વ સીએમના ઓએસડી જૈનેન્દ્ર યાદવ અને મઉમાં રાજીવ રાય સહીતના લગભગ એક ડઝનથી વધારે નેતાઓ સામેલ છે. લખનૌમાં ઈન્કમટેક્સ વિભાગના દરોડા આંબેડકર પાર્ક નજીક જૈનેન્દ્ર યાદવના નિવાસસ્થાને પડયા છે. મઉમાં સમાજવાદી પાર્ટીના નેતા રાજીવ રાયના કેમ્પ કાર્યાલય પર દરોડા પાડવામાં આવ્યા છે. દરોડાની માહિતી મળ્યા બાદ ડઝનબંધ કાર્યકર્તાઓ ઘટનાસ્થળે પહોંચીને હંગામો કરવા લાગ્યા હતા. હંગામો વધવાની આશંકાને કારણે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની તહેનાતી કરવામાં આવી છે.

  મઉમાં સમાજવાદીપાર્ટીના રાષ્ટ્રીય સચિવ રાજીવ રાયે શહેર કોતવાલીના સહાદતપુરા ખાતેના કેમ્પ કાર્યાલય પર શનિવારે સવારે ઈન્કમટેક્સની ટીમે દરોડો પાડયો છે. આ દરમિયાન વારાણસીની ઈન્કમટેક્સ ટીમે રાજીવ રાયને તેમના ઘરે નજરકેદ કર્યા છે. આના પર સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ હંગામો શરૂ કર્યો ગતો. તેના પછી રાજીવ રાયના નિવાસસ્થાનની બહાર મોટી સંખ્યમાં ફોર્સની તહેનાતી કરવામાં આવી છે. રાજીવ રાય પર સમાજવાદી પાર્ટીની સરકારમાં પાવર કોર્પોરેશનના અંડરગ્રાઉન્ડ કેબલ બિછાવવાના કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપ છે. વિભાગીય તપાસમાં દોષિત હોવાનું સામે આવ્યું હતું.

   તો મૈનપુરીની પંજાબી કોલોનીના નિવાસી રાજકીય ઠેકેદાર મનોજ યાદવના નિવાસસ્થાન પર શનિવારે દરોડો પાડવામાં આવ્યો છે. 12 ગાડીઓના કાફલા સાથે ઈન્કમટેક્સની ટીમે આખા ઘરને અંદરથી બંધ કર્યું છે. ઘરની બહાર સ્થાનિક પોલીસ પહેરો લગાવી રહી છે. કોઈને પણ અંદર જવાની મંજૂરી નથી. સવારે 6 વાગ્યાથી ઈન્કમટેક્સ વિભાગની ટીમો ઘરની અંદર તપાસ કરી રહી છે. દરોડાના કારણોને લઈને કોઈ જાણકારી હજી સુધી નથી. રાજકીય ઠેકેદાર મનોજ યાદવ સમાજવાદી પાર્ટીની બેહદ નજીક છે. મોટી સંખ્યામાં લોકો દરોડાની જાણકારી લેવા માટે તેમના ઘરે પહોંચ્યા છે. પરંતુ કોઈને અંદર પ્રવેશવા દેવાયા નથી. લખનૌમાં ઈન્કમટેક્સ વિભાગે આંબેડકર પાર્ક નજીક પૂર્વ સીએમના ઓએસડી જૈનેન્દ્ર યાદવના ઘરે દરોડાની કાર્યવાહી કરી છે. કલાકો સુધી ઘરની તપાસ કરી છે. ઘણાં દસ્તાવેજો સાથે લઈ ગયા છે. આ દરમિયાન ઘરની સામે પણ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની તહેનાતી કરાય હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW