HomeNationalભારતે અગ્નિ પ્રાઈમ પરમાણુ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ, 1000થી 2000 કિલોમીટરની વચ્ચે...

ભારતે અગ્નિ પ્રાઈમ પરમાણુ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ, 1000થી 2000 કિલોમીટરની વચ્ચે છે રેન્જ

નવી દિલ્હી, શનિવાર

   ભારતે શનિવારે ઓડિશાના બાલાસોર તટ પર અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ અગ્નિ શ્રેણીની મિસાઈલોનું એડવાન્સ્ડ વર્ઝન છે. તે પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. સપાટી પરથી સપાટી પર પ્રહાર કરનારી આ બેલેસ્ટિક મિસાઈલની મારક ક્ષમતા 1000થી 2000 કિલોમીટરની છે. આ મિસાઈલને ડીઆરડીઓ દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે.

  અધિકારીઓએ કહ્યુ છે કે ટેસ્ટ દરમિયાન અગ્નિ પ્રાઈમ મિસાઈલમાં ઘણાં નવા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે. આ ઉચ્ચસ્તરની ચોકસાઈ સાથે મિશનના તમામ લક્ષ્યોને પૂર્ણ કરવામાં સફળ રહી છે. અગ્નિ પ્રાઈમ અલ્ટ્રા મોર્ડન ટેક્નિકથી સજ્જ હોવાને કારણે ઘણાં ઓછા વજનવાળી મિસાઈલ છે. આ સપ્તાહે ભારતે ઓડિશાના તટથી દૂર અબ્દુલ કલામ ટાપુ પરથી સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ ટોરપીડો સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

  ડીઆરડીઓએ કહ્યું છે કે આ પ્રણાલીને સબમરીન વિરોધી યુદ્ધક ક્ષમતાઓને વધારવા માટે તૈયાર કરવામાં આવી છે. જે પરંપરાગત ટોરપીડોની રેન્જથી ઘણી વધારે રેન્જ ધરાવે છે. ડીઆરડીઓએ એક નિવેદનમાં કહ્યું હતું કે આ પરીક્ષણ યોજના પ્રમાણે રહ્યું. આ દરમિયાન ઈલેક્ટ્રો ઓપ્ટિક ટેલીમેટ્રી સિસ્ટમ, ડાઉન રેન્જ ઈન્સ્ટ્રૂમેન્ટેશન અને ડાઉન રેન્જ શિપ સહીત વિભિન્ન રેન્જ રડાર દ્વારા પ્રક્ષેપવક્રનું નિરીક્ષણ કરવામાં આવ્યું. મિસાઈલમાં ટોરપીડો, પેરાશૂટ ડિલીવરી સિસ્ટમ અને રિલીઝ મિકેનિઝ્મ હતું.

અગ્નિ-1 મિસાઈલ-
તેમા એસએલવી-3 બૂસ્ટરનો ઉપયોગ કરાયો છે. તેની મારક ક્ષમતા 700 કિલોમીટરની છે. તેમા લિક્વિડ ફ્યૂલ ભરવામાં આવે છે. 28 માર્ચ-2010ના રોજ તેનું પહેલું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ પોતાની સાથે પરમાણુ સામગ્રી લઈ જવા માટે સક્ષમ છે.

અગ્નિ-2 મિસાઈલ-
પરમાણુ ક્ષમતાવાળી આ મિસાઈલની રેન્જ 3000 કિલોમીટરની છે. તે 1000 કિલોગ્રામ સુધીની સામગ્રી લઈ જવા માટે સક્ષમ છે.

અગ્નિ-3 મિસાઈલ-
તેની મારક ક્ષમતા 3000 કિલોમીટરની છે. જો કે તેને 400 કિલોમીટર સુધી પણ વધારી શકાય છે. તેમાં 600થી 1800 કિલોગ્રામ સુધીની પરમાણુ સામગ્રીના વહનની ક્ષમતા છે.

અગ્નિ-4 મિસાઈલ-
4000 કિલોમીટરની રેન્જ સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી આ મિસાઈલની રેન્જમાં આખું પાકિસ્તાન અને અડધું ચીન આવી જાય છે. તે પરમાણુ ક્ષમતા ધરાવતી મિસાઈલ છે.

અગ્નિ-5 મિસાઈલ-
એપ્રિલ-2012માં અગ્નિ-5 મિસાઈલનું પહેલું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ દ્વારા ભારતીય સેનાઓ આખા ચીનને નિશાન બનાવવા માટે સક્ષમ થઈ ગઈ છે. તેની રેન્જ 5500 કિલોમીટરની છે. તેની રેન્જને 7000 કિલોમીટર સુધી લંબાવી શકાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW