HomeGujaratNorth Gujaratમણિનગર રેલવે સ્ટેશન પાસે સુસાઈટ પોઈન્ટ બની ગયેલા ટ્રેકની બંને બાજુએ રેલવે...

મણિનગર રેલવે સ્ટેશન પાસે સુસાઈટ પોઈન્ટ બની ગયેલા ટ્રેકની બંને બાજુએ રેલવે અને ખોખરા પોલીસ દ્વારા જનજાગૃતિ યોજાયુ અભિયાન

અમદાવાદ, શુક્રવાર

   મણિનગર રેલવે સ્ટેશન પાસે સુસાઈટ પોઈન્ટ બની ગયેલા ટ્રેકની બંને બાજુએ રેલવે અને ખોખરા પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. સામાજિક આગેવાનો તથા સોસાયટીના અગ્રણીઓને સાથે રાખીને પોલીસે અભિયાન શરૂ કર્યું હતું. રેલવે અને ખોખરા પોલિસના અધિકારીઓએ ઉતરાયણ જેવા તહેવારો દરમ્યાન પતંગ ચગાવવા તેમજ પકડવા જતા અકસ્માતને ભેટતા વ્યકિતઓને બચાવી શકાય તે માટે નવતર અભિગમ અપનાવ્યો હતો.

  મણિનગરમાં રેલવે તેમજ ખોખરા પોલીસ સ્ટેશનના જવાનોએ સોસાયટીઓમાં જઈને આપઘાત કરવા આવનાર વ્યક્તિઓની સમજ આપી હતી. તેઓ આપઘાત કરવાનું પગલું ના ભરે અને જો આ પ્રકારના વ્યક્તિઓ દેખાય તો સાવચેતી દાખવીને તેમને રોકવા જોઈએ. તે ઉપરાંત આ પ્રકારના વ્યક્તિઓના બચાવ માટે તાત્કાલિક પોલીસની મદદ લેવા માટે અપીલ કરવામાં આવી હતી. રેલવે PSI દિનેશ યાદવ અને ખોખરા PSI આર એન ચુડાસમા તેમના પોલિસ જવાનોએ આ અભિયાનમાં નાગરિકોને સાવચેતી સાથે સાવધાની રાખવાની તેમજ રેલવેની સીમામા પતંગ પકડવા કે ચગાવવા ના જવુ જોઈએ અને આત્મહત્યાનું પગલુ ભરવા આવનાર વ્યકિતોઓ પર નજર પડે તો સમજાવટથી કામ લઈને તેમને તેમ કરતા રોકવાની અપીલ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW