HomeNationalInter National‘ભેજાગેપ’ કિમ જોંગ ઉને ઉત્તર કોરિયામાં લગાવ્યો હસવા-રડવા પર પ્રતિબંધ !

‘ભેજાગેપ’ કિમ જોંગ ઉને ઉત્તર કોરિયામાં લગાવ્યો હસવા-રડવા પર પ્રતિબંધ !

ઉત્તર કોરિયા, શુક્રવાર

   ઉત્તર કોરિયાને દુનિયામાં વિચિત્ર નિયમો માટે ઓળખવામાં આવે છે. હવે તાનાશાહ કિમ જોંગ ઉનની સરકારે હસવા, દારૂ પીવા, કિરાણાની ખરીદી પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ 11 દિવસ માટે છે, કારણ કે પ્યોંગયાંગ પોતાના પૂર્વ નેતા કિમ જોંગ ઈલની 10મી વરસી મનાવી રહ્યું છે. તેવામાં આ ફરમાન બહાર પાડવામાં આવ્યું છે.

  શોકનો સમયગાળો આ વર્ષે 11 દિવસનો રહેશે, કારણ કે આ 10મી વરસી છે. સામાન્ય રીતે દર વર્ષે 10 દિવસનો શોક મનાવવામાં આવે છે. રિપોર્ટ્સ પ્રમાણે, તાનાશાહ કિમે 11 દિવસ સુધી આખા દેશમાં લોકોના હસવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેની સાથે જ દારૂ પીવો અને કોઈપણ પ્રકારના આયોજન કરવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં સ્થાનિકોએ કહ્યું છે કે ઈતિહાસમાં શોકની અવધિ દરમિયાન દારૂ પીવો અથવા નશાની હાલતમાં ઝડપાનારા ઘણાં લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને કાચા કામના કેદી તરીકે ગણવામાં આવે છે. તેમને લઈ જવામાં આવ્યા અને પછી ક્યારેય જોવા મળ્યા નથી. લોકોએ કહ્યું છે કે જો શોકના સમયગાળામાં તમારા પરિવારમાં કોઈનું મોત નીપજે છે, તો પણ તમે જોરથી રડી શકતા નથી. એટલું જ નહીં 11 દિવસોના શોક બાદ જ તમે લાશના અંતિમ સંસ્કાર કરી શકો છો. આ દરમિયાન તમે જન્મદિવસ પણ મનાવી શકતા નથી. મહત્વપૂર્ણ છે કે કિમ જોંગ ઈલનું 2011માં 69 વર્ષની વયે હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું હતું. ઈલે 1994થી 2011 સુધી ઉત્તર કોરિયા પર શાસન કર્યું હતું. ઈલના મોત બાદ કિમ જોંગ ઉને સત્તા સંભાળી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW