તિરુવનંતપુરમ, ગુરુવાર
મેટ્રોમેન ઈ. શ્રીધરને રાજનીતિમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. તેમણે કહ્યુ છે કે વિધાનસભા ચૂંટણીમાં હારે તેમને સમજદાર બનાવ્યા છે. 90 વર્ષના શ્રીધરને આ જાણકારી ગુરુવારે મલપ્પુરમ જિલ્લાના પોતાના પૈતૃક શહેર પોન્નાનીમાં પત્રકારોને સંબોધિત કરતા આપી છે. જો કે સક્રિય રાજનીતિથી તેમના સંન્યાસની ઘોષણાથી ભાજપના પ્રદેશ એકમે નાખુશી વ્યક્ત કરી છે.
ગુરુવારે પત્રકારોને સંબોધિત કરતા મેટ્રોમેન ઈ. શ્રીધરને કહ્યુ છે કે વિધાનસભા ચૂંટણીમાં હારે મને સમજદાર બનાવી દીધો. જ્યારે હું હારી ગયો તો તેણે મને દુખી કર્યો. પરંતુ હવે મને અહેસાસ થયો કે જો હું જીત પણ જાત, તો પણ કંઈપણ કરી શકત નહીં. હું ક્યારેય રાજનેતા ન હતો. હું કેટલાક સમય માટે નોકરશાહી રાજનેતા બનેલો રહ્યો. તેમણે કહ્યુ છે કે રાજનીતિમાં તેમનો પ્રવેશ વિલંબથી થયો અને તેનાથી બહાર નીકળવામાં પણ એટલો વિલંબ થયો નથી.
શ્રીધરને કહ્યુ છે કે હું હવે 90 વર્ષનો છું અને એક નવયુવાનની જેમ આમ-તેમ ભાગી શકતો નથી હું ત્રણ અલગ-અલગ ટ્રસ્ટો સાથે જોડાયેલું છે અને હવે હું મારો બાકી સમય તેમની સાથે વિતાવીશ. એ પુછવામાં આવતા કે શું તેઓ હારના પછતાવા સાથે રાજનીતિ મેદાન છોડી રહ્યા છે. તેમણે કહ્યુ છે કે જ્યારે તે માર્ચ-2021માં ભાજપમાં સામેલ થયા તો પાર્ટી માટે પુરતી સંભાવના હતી. પરંતુ હવે સ્થિતિ અલગ છે. તેમણે કહ્યુ છે કે પાર્ટીને રાજ્યમાં પગ જમાવવા માટે ઘણું કરવું પડશે. ચૂંટણી હાર બાદ મે પાર્ટી અધ્યક્ષને પોતાના રિપોર્ટમાં આનો ઉલ્લેખ કર્યો હતો. હું હાલ આ ચીજો પર ચર્ચા કરવા માંગતો નથી.
વિધાનસભા ચૂંઠણીમાં મેટ્રો મેન ઈ. શ્રીધરન ભાજપ માટે મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઉતર્યા હતા. ભાજપે નેમોમમાં એકમાત્ર બેઠક પણ ગુમાવી દીધી હતી. તેવામાં કેન્દ્રીય નેતૃત્વએ શ્રીધરન પાસે હારનો રિપોર્ટ માંગ્યો હતો. શ્રીધરન પલક્કડ બેઠકમાં વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. ત્રિકોણીય મુકાબલામાં તે હાલના કોંગ્રેસી ધારાસભ્ય શફી પરમભીલથી 3000થી વધારે વોટથી હારી ગયા. તેમણે કહ્યુ હતુ કે રાજનીતિમાં મારો કાર્યકાળ નાનો રહ્યો. હું ન તો ઘૃણાથી રાજનીતિ છોડી રહ્યો છું અને ન તો સંઘર્ષ કરી રહ્યો છું. તમે વિલંબથી પ્રવેશો અને જલ્દીથી નીકળવું કહી શકો છો. હું આગળની જિંદગી પણ લોકોની સેવા પોતાના ત્રણ ટ્રસ્ટોના માધ્યમથી કરીશ, જેની સાથે હું જોડાયેલો છું. ભાજપના પ્રદેશ એકમે શ્રીધરનના અચાનક રાજનીતિથી સંન્યાસ લેવાના ફેંસલા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સુરેન્દ્રને કહ્યુ છે કે અમે આના સંદર્ભે માત્ર મીડિયા દ્વારા સાંભળ્યું. જો કે તેઓ હજીપણ અમારા શુભચિંતક જરહેશે અને અમે મુખ્ય મુદ્દાઓ પર તેમનું માર્ગદર્શન અને સલાહ લેતા રહીશું.

