મોરબી જિલ્લામાં હાલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંત્યત ખાડે ગઈ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે મોરબી શહેર હોય કે અન્ય તાલુકા વિસ્તાર ઠેરઠેર લુખ્ખા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે.આવારા તત્વો જાણે ફાટીને ધુમાડે ચઢ્યા હોય તેમ નાની બાબતોમાં છરી ચલાવતા થઈ ગયા છે. મોરબીના વાવડી રોડ પર પણ આવી જ એક ઘટના સામે આવી છે.મોરબીના જોન્સનગરમાં રહેતા એઝાંઝ નૂરમહમદ જામ નામના યુવકને બાબુ ઉર્ફે બાબુડો રાજુભાઇ સંધીએ ફોન પર ગાળો આપતો હોવાથી એઝાંઝે ફોન કાપી નાખ્યો હતો.આ વાતથી ગુસ્સે થયેલા બાબુએ યુવકને વાવડી રોડ પર આવેલ ઉમિયાપાર્ક પાસે બોલાવ્યો હતો અને તેના મીત્ર મોહિન તથા હરેશ ગઢવી પર ઇમરાન ઇકબાલ ઝેડા,મકબુલ મહેબુબ સંધી,દશરથ દરબાર ઉર્ફે દશુભા,એ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી .તેમજ તેના બાઈકમાં પણ તોડફોડ કરી નુકશાન પહોચાડ્યું હતું.બનાવ અંગે યુવકે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

