HomeGujaratમોરબીની ધર્મનગર સોસાયટીમાં જુગાર રમતા 6 જુગારી ઝડપાયા 79,300નો મુદામાલ જપ્ત

મોરબીની ધર્મનગર સોસાયટીમાં જુગાર રમતા 6 જુગારી ઝડપાયા 79,300નો મુદામાલ જપ્ત

મોરબીના વાવડી રોડ પર આવેલ ધર્મનગર સોસાયટીમાં આવેલ દીનેશ વ્યાસ નામના એક રહેણાંક મકાનમાં લોકોને બહારથી બોલાવી જુગાર રમવા તમામ સગવડતા કરી આપતો અને તેના બદલામાં રૂપિયાની ઉઘરાણી કરતો હોવાની બાતમીના આધારે એ ડીવીઝન પોલીસે દરોડો પાડ્યો હતો અને રહેણાંક મકાનમાં જુગાર રમતા મકાન માલિક દિનેશ કાનજી વ્યાસ,પાવન પાર્ક મોરબીમાં રહેતા ભાવેશ ઉર્ફે વિજય પ્રવીણ સીતાપરા,કુબેરનગરમાં રહેતા જયંતીલાલ રામજીભાઈ કાવર,ઉમા રેસીડન્સીમાં રહેતા વાલજીભાઈ ડાયાભાઇ રાજપરા, ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અમૃતભાઈ કુંવરજીભાઈ જગોદરા અને વૈભવ લક્ષ્મી સોસાયટીમાં રહેતા મગન માવજીભાઈ ભાડજાને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ 79,300 રોકડ તેમજ ગંજીપતા સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુન્હો નોધી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW