HomeNationalInter Nationalઅમેરિકાએ એડનની ખાડીમાં અદ્રશ્ય શસ્ત્રનું કર્યું પરીક્ષણ, પળવારમાં શત્રુના શસ્ત્રો તબાહ કરવાની...

અમેરિકાએ એડનની ખાડીમાં અદ્રશ્ય શસ્ત્રનું કર્યું પરીક્ષણ, પળવારમાં શત્રુના શસ્ત્રો તબાહ કરવાની ક્ષમતાથી ચીન-રશિયાની ચિંતા વધી

વોશિંગ્ટન, ગુરુવાર

  અમેરિકાએ અરબી સમુદ્રની એડનની ખાડીમાં હાઈ એનર્જી લેઝર વેપન સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે. આ એક એવી ખતરનાક વેપન સિસ્ટમ છે કે જે દુશ્મનની મિસાઈલ, જહાજ અને ડ્રોનને લાંબા અંતરથી જ તબાહ કરી શકે છે. અમેરિકાની નૌસેનાની નેવલ ફોર્સ સેન્ટ્રલ કમાન્ડે આની ઘોષણા કરતા કહ્યુ છે કે તેણે એક નવી હાઈ એનર્જીવાળા લેઝર વેપનનો ટેસ્ટ કર્યો છે. આ પ્રણાલીનો ટેસ્ટ સફળ પણ રહ્યો છે. હથિયાર તો કામનું તો છે જ, પરંતુ તેનું જે સ્થાન પર પરીક્ષણ કરવામાં આવ્યું છે, તે પણ રણનીતિક રીતે બેહદ મહત્વનું માનવામાં આવે છે.

   અમેરિકાની નૌસેનાએ કહ્યું છે કે તેણે પોતાના જહાજ યુએસએસ પોર્ટલેન્ડ (એલપીડી 27)ની એડનની ખાડીમાં તહેનાતી દરમિયાન 14 ડિસેમ્બરે હાઈ એનર્જી લેઝર વેપન સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. પોર્ટલેન્ડમાં તહેનાત સોલિડ સ્ટેટ લેઝર ટેક્નોલોજી મ્યૂટેશન લેઝર વેપન સિસ્ટમ ડેમોન્સ્ટ્રેટર માર્ક-2એ એક સ્થિર સપાટી લક્ષ્યને સફળતાપૂર્વક નષ્ટ કર્યું છે. 2018થી યુએસએસ પોર્ટલેન્ડ પર લેઝર હથિયારોની તહેનાતી કરવામાં આવી રહી છે. આ જહાજ અમેરિકાની નૌસેનાના 11મા સમુદ્રી અભિયાન એકમ એસેક્સ એક્સપીડિશનરી રેડી ગ્રુપનો હિસ્સો છે. તેમા યુએસએસ એલેક્સ, ડોક લેન્ડિંગ શિપ યુએસએશ પિયર્લ હાર્બર પણ સામેલ છે.

   હાલમાં આ ગ્રુપને એડની ખાડીથી લઈને પર્શિયાની ખાડી સુધી પેટ્રોલિંગ કરવા માટે તહેનાત કરવામાં આવ્યું છે. આ પ્રણાલીની મદદથી મિસાઈલ, ડ્રોન, યુદ્ધવિમાનો અને હેલિકોપ્ટરોને તબાહ કરી શકે છે. તેને પળવારમાં જ ડ્રોન એરક્રાફ્ટને તોડી પડવામાં પણ આસાન છે. આ હથિયારની સાથે અમેરિકાની મારક ક્ષમતા ઘણી વધી ગઈ છે. આ હથિયાર ઘણા પ્રકારના ફાઈબર લેઝર પર આધારીત હોય છે અને બાદમાં તેમા લાગેલા બીમથી કિરણો નીકળે છે, પછી દુશ્મનને નષ્ટ કરવામાં આવે છે. તેમા ઘણાં પ્રકારના કાચ પણ લાગેલા છે, જે પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છે.

   ખનીજતેલના નિકાસથી લઈ વ્યાપાર માટે દુનિયાનો અડધાથી વધારે સામાન એડનની ખાડીવાળા માર્ગમાંથી પસાર થાય છે. આ માર્ગ પર લાલસાગર અને સ્વેઝ નહેર પડે છે. એશિયાથી લઈને યુરોપિયન દેશો અને અમેરિકા સુધી દરરોજ હજારો જહાજો અહીંથી આફ્રિકાનું ચક્કર લગાવ્યા વગર પસાર થાય છે. આવી સ્થિતિમાં જો અમેરિકા આ માર્ગ પર નિયંત્રણ પ્રાપ્ત કરી લે છે, તો ચીનમાં ઓઈલની મોટી તંગી પેદા થઈ શકે છે. આના સિવાય જરૂરી રણનીતિક સ્થાન પર અમેરિકાના હાવી થવાને કારણે ઈરાન અને રશિયા જેવા દેશો પણ એશિયા પરથી પોતાના પ્રભાવ ગુમાવે તેવી શક્યતા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW