HomeGujaratNorth Gujaratટેકનોલોજીના આ યુગમાં દેશનું નામ રોશન કરવાનો શ્રેય રોબોટના ફાળે : ઈન્ટરનેશનલ...

ટેકનોલોજીના આ યુગમાં દેશનું નામ રોશન કરવાનો શ્રેય રોબોટના ફાળે : ઈન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધામાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના રોબોટ્સ કરણ અને અર્જુનનું શ્રેષ્ઠ પ્રદર્શન

અમદાવાદ,બુધવાર

   ટેકનોલોજીના આ યુગમાં દેશનું નામ રોશન કરવાનો શ્રેય રોબોટના ફાળે ગયો છે. હાલમાં યોજાયેલી ઈન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધામાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના રોબોટ્સ કરણ અને અર્જુને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. અને ઈન્ટરનેશનલ રોબોકોન ઈવેન્ટમાં જીટીયુની ટીમે 160માંથી 152 સ્કોર મેળવ્યા અને GTUને 9મો રેન્ક અપાવ્યો છે.

  ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ ટેક્નિકલ શિક્ષણમાં સમગ્ર દેશમાં અગ્રગણ્ય હરોળમાં સ્થાન મેળવેલ છે. દરેક પ્રકારના ટેક્નિકલ શિક્ષણ અને તેની લગતી વિવિધ સ્પર્ધામાં પણ જીટીયુ સતત મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે છે. તાજેતરમાં જ એશિયન પેસેફિક બ્રોડકાસ્ટ યુનિયન દ્વારા ઈન્ટરનેશનલ રોબોકોન ઈવેન્ટ ડિજીટલ માધ્યમ થકી યોજાઈ હતી. ઈન્ટરનેશનલ લેવલની સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી જીટીયુ અને નિરમા યુનિવર્સિટીની 2 ટીમોએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ચીન દ્વારા આપવામાં આવેલ થીમ “થ્રોઈગ એરો ઈન ટુ ધ પોર્ટ” પર નિરમા યુનિવર્સિટીની ટીમ 7માં સ્થાને રહી હતી. જ્યારે જીટીયુની ટીમે 9મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

 જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે આ સંદર્ભે જણાવ્યું હતું કે, એશિયન પેસેફિક બ્રોડકાસ્ટ યુનિયન દ્વારા વર્ષ- 2020-21 માટે ભારતનું પ્રતિનિધિત્વ જીટીયુ નિર્મિત કરણ અને અર્જુન નામના રોબોટ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. થાઈલેન્ડ, ચીન, જાપાન, મ્યાનમાર, ઈન્ડોનેશિયા, મોંગોલિયા, મલેશીયા જેવા 11 દેશોની કુલ 21 ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લિધો હતો. રોબોટીક્સ જેવા ઉભરતાં ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલ વિવિધ સંશોધન આત્મનિર્ભર ભારત અભિયાનમાં વિશેષ ફાળો પૂરો પાડશે.ટીમના મેન્ટર્સ પ્રો. રાજ હકાણીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, જીટીયુની ટીમમાં 7 જુદી-જુદી વિદ્યાશાખાના કુલ 34 વિદ્યાર્થીઓએ ભાગ લિધો હતો. જેમાં સોફ્ટવેર અને મીકેનિકલ હાર્ડવેર જેવા મહત્વના મુદ્દાઓ પર વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ કરીને કરણ અને અર્જુન નામના બે રોબર્ટ્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઈન્ટરનેશનલ સ્પર્ધામાં જીટીયુની ટીમે 1 મીનિટ 18 સેકન્ડમાં 160 માંથી 152 સ્કૉર કરીને 9મું સ્થાન પ્રાપ્ત કર્યું. છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW