બિગ બોસ રીયાલિટી શૉ પૂરો થવાને હવે માત્ર ચાર અઠવાડિયા બાકી છે. ટિકિટ ટુ ફિનાલેનો બીજો દાવો જીતવા માટે ઘરમાં રોમાંચક રમત ચાલી રહી છે. તમામ સ્પર્ધકો ઉત્સાહિત છે. ટાસ્ક દરમિયાન ક્યારેક ઘરમાં વિચિત્ર ઘટનાઓ જોવા મળે છે. આગામી એપિસોડમાં પણ કંઈક આવું જ થવાનું છે. અભિજીત બિચકુલે તેની મર્યાદા પાર કરી છે અને દેવોલિના ભટ્ટાચારજીને કિસ કરવા માંગે છે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું હતું.
ટાસ્ક માટે સ્પર્ધકોએ એક મ્યુઝિયમમાંથી વસ્તુઓ ચોરવાની હતી. અભિજીત ત્યાંથી ઘણી વસ્તુઓ પણ ચોરી લે છે. જ્યારે દેવોલીનાના ગાલને સ્પર્શ કરીને કહે છે કે, એની પાસે ઘણી બધી આઈટ્મ છે. આ સાથે અભિજીત દેવોલીનાને કહે છે કે, તારા માટે કંઈ પણ કરીશ, પણ એક પપ્પી (કિસ) જોઈએ છે મને. આ પછી અભિજીત દેવોલીના પર બૂમ બારાડા પાડવા લાગે છે. પછી પૂછે છે કે, એ ક્યારે કિસ કરવા આપશે? જેના જવાબમાં દેવોલીના સ્પષ્ટ કહે છે કે, તે આવું ક્યારેય કરવા નહીં દે. અભિજીતની આવી હરકત જોઈને એક્ટ્રેસ ગુસ્સે થઈ જાય છે. તે અભિજીતને આવી રીતે લાઈન ક્રોન ન કરવા માટે પણ કહે છે. આ ઉપરાંત પોતાની ભલમનસાહીનો ફાયદો ન ઉઠાવવા માટે સલાહ આપે છે. એ પછી અભિજીત એવું કહે છે કે, હું તો મજાક કરી રહ્યો હતો. પ્રતીક પણ આ વાત પર દેવોલીનાને સપોર્ટ કરે છે. તેજસ્વી પ્રકાશ બાદમાં દેવોલીનાને પૂછે છે કે, શું અભિજીત ખરેખર કિસ કરવા માટે બ્લેકમેઈલ કરી હતી? ગુસ્સે ભરાયેલી તેજસ્વી અભિજીને ફટકાર લગાવે છે. એ પછી ઘરમાં મોટો હંગામો થઈ જાય છે.
દેવોલીનાનું બ્રેકડાઉન થઈ જાય છે. હવે અભિજીત બિચકુલેની આ ક્રિયા તેને વિકેન્ડ કા વારમાં સલમાન ખાનની સામે આવશે. જે તેને મુશ્કેલીમાં મુકે છે, તે જોવાની મજા આવશે.આ પહેલા પણ તેનો ઝઘડો શમિતા સાથે થયો ત્યારથી તે વિવાદમાં રહ્યો છે. અભિજીત માટે શમિતાએ ખરાબ શબ્દ વાપર્યો હતો અને લાફો મારી દેવાની પણ ધમકી આપી હતી. શમિતા શેટ્ટીના વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ અભિજીત બિચુકલેના ઝઘડાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ટાસ્ક દરમિયાન, શમિતા જે પહેલાથી જ ઘરવાળાથી પરેશાન હતી તેણે બધો ગુસ્સો અભિજીત પર ઉતાર્યો હતો.

