HomeNationalInter National20 લાખ ડિગ્રી ગરમીને પાર કરીને સૂર્યને સ્પર્શ કરનારું પહેલું અંતરિક્ષયાન બન્યું...

20 લાખ ડિગ્રી ગરમીને પાર કરીને સૂર્યને સ્પર્શ કરનારું પહેલું અંતરિક્ષયાન બન્યું પાર્કર સોલર પ્રોબ

ન્યૂયોર્ક, બુધવાર

  અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના અંતરિક્ષયાન પાર્કર સોલર પ્રેબે સૂર્યને સ્પર્શવાનું અભૂતપૂર્વ કામ કર્યું છે. એક સમયે અસંભવ લાગનારી આ સિદ્ધિ અંતરિક્ષયાને આઠ માસમાં પહેલા એટલે કે એપ્રિલમાં જ પ્રાપ્ત કરી લીધી હતી. પરંતુ અંતરિક્ષમાં કરોડો કિલોમીટરના અંતરે આ યાનમાંથી જાણકારી પહોંચવામાં અને તેના પછી જાણકારીનું વિશ્લેષણ કરવામાં વૈજ્ઞાનિકોને લાંબો સમય લાગી ગયો.

  એક સ્પેસક્રાફ્ટ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી આ સિદ્ધિની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. જો કે સામાન્ય લોકો માટે આ મિશનનું મહત્વ સમજવું બેહદ મુશ્કેલ છે. તેવામાં એક અંતરિક્ષયાનનું સૂર્યની આટલી નજીક પહોંચવું એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે અને તેનાથી સૌર વિજ્ઞાનનો ચહેરો બદલાય તેવી શક્યતાઓ પણ પેદા થઈ શકે છે.

  નાસાએ પાર્કર સોલર પ્રોબલ અંતરિક્ષયાનને 12 ઓગસ્ટ, 2018ના રોજ લોન્ચ કર્યું ગહતું. આ નાસાના લિવિંગ વિધ અ સ્ટાર કાર્યક્રમનો હિસ્સો છે. તેના દ્વારા એજન્સીએ સૂર્ય-પૃથ્વીની વચ્ચેની સિસ્ટમના અલગ-અલગ પાસાઓને સમજવા અને તેની સાથે જોડાયેલી માહિતીને એકઠી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. નાસાનું કહેવું છે કે પાર્કર પ્રોબથી જે પણ જાણકારી મળશે. તેનાથી સૂર્ય સંદર્બે આપણી સમજમાં વધારો થશે.

  આ ઐતિહાસિક સિદ્ધિને પ્રાપ્ત કરવાની પાછળ વૈજ્ઞાનિકો અને એન્જિયનિયર્સની એક મોટી ટીમની ભૂમિકા છે. તેમા હાર્વર્ડ અને સ્મિથસોનિયનના સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સના સદસ્ય પણ સામેલ હતા. આ ટીમે પ્રોબમાં લાગેલા એક મહત્વના ઉપકરણ સોલર પ્રોબ કપના નિર્માણ અને તેના નિરીક્ષણની કામગીરી કરી છે. આ કપ જ એ ઉપકરણ છે, જે સૂર્યના વાયુમંડળના કણોને એકઠા કરવાનું કામ કરી રહ્યો છે. તેનાથી વૈજ્ઞાનિકોને એ સમજવાનું સરળ બન્યું છે કે સ્પેસક્રાફ્ટ સૂર્યના વાયુમંડળની બહારની સપાટી કોરોના સુધી પહોંચવામાં સફળ થઈ ગયું છે.

  સ્પેસક્રાફ્ટના કપમાં જે ડેટા એકઠા થયા છે, તેનાથી સામે આવ્યું છે કે 28 એપ્રિલે પાર્કર પ્રોબે સૂર્યના વાયુમંડળની બહારની સપાટીને ત્રણ વાર પાર કરી હતી. એક વાર તો ઓછામાં ઓછા પાંચ કલાક માટે. સોલાર પ્રોબની આ ઉપલબ્ધિને દર્શાવનારી એક ચિઠ્ઠી ફિઝિકલ રિવ્યૂ લેટરના નામથી જર્નલમાં પ્રકાશિત પણ થઈ છે. તેમાં એરક્રાફ્ટને એન્જિનિયરિંગનો બેહદ ખાસ નમૂનો ગણાવવામાં આવ્યું છે. કોરોનાનું તાપમાન 11 લાખ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. એટલે કે આ તાપમાન લગભગ 20 લાખ ડિગ્રી ફેરેનહીટ છે. આટલી ગરમી કેટલીક સેકન્ડોમાં પૃથ્વી પર મળી આવનારા તમામ પદાર્થોને પિગળાવી શકે છે. તેથી વૈજ્ઞાનિકોએ સ્પેસક્રાફ્ટમાં ખાસ તકનીકવાળા હીટ શીલ્ડ્સ લગાવ્યા છે. આ હીટ શીલ્ડ્સ લાખો ડિગ્રીના તાપમાનમાં પણ અંતરિક્ષ યાનને સૂર્યની ગરમીથી બચાવવાનું કામ કરે છે.

  જો કે પ્રોબના કપમાં કોઈપણ પ્રકારના હીટ શીલ્ડ લગાવવામાં આવ્યા નથી. જેથી તેમા સૂર્યમાંથી એકઠી થનારી જાણકારી બિલકુલ ચોક્કસ અને સ્પષ્ટ હોય. તેવામાં આ ઉપકરણને ઉચ્ચ ગલનબિંદુવાળા પદાર્થો જેવા કે ટંગસ્ટન, નિયોબિયમ, મોલિબિડનમ અને સૈફાયરના મિશ્રણથી તૈયાર કરવામાં આવ્યા છે. પૃથ્વીને પ્રકાશ અને ગરમીઆપનારા આ તારા સંદર્ભે હજી સુધી વધારે જાણકારી મળી શકી નથી. ખાસ કરીને સૂર્યની બનાવટને લઈને હજી સુધી સંશયની સ્થિતિ છે. તેવામાં પાર્કર સોલર પ્રોબનું સૂર્યના વાયુમંડળમાં પહોંચવું સૂર્ય સાથે જોડાયેલા રહસ્યોને ઉજાગર કરવા માટે મહત્વપૂર્ણ છે.

   ઉદાહરણ તરીકે વૈજ્ઞાનિકો હજી સુધી એ વાતની જાણકારી મેળવી શક્યા નથી કે આખરે શા માટે સૂર્યના બહારી વાયુમંડળનું તાપમાન 20 લાખ સેલ્સિયસ સુધી છે, જ્યારે ખુદ સૂર્યનું તાપમાન 5500 ડિગ્રી સેલ્સિયસ સુધી જ અનુમાનિત છે એસ્ટ્રોફિઝિસિસ્ટ્સનો અંદાજ છે કે સૂર્યની ગર્મીથી તેની આસપાસ મેગ્નેટિક ફીલ્ડ્સ પેદા થાય છે, જે સૂર્યની ઊર્જાને અનેકગણી વધારી દે છે અને તેની આસપાસના વાતાવરણને લાખો ડિગ્રી સેલ્સિય સુધી ગરમ કરી દે છે. પરંતુ આ વાત હજી સુધી સ્પષ્ટ થઈ નથી કે સૂર્યનું વાયુમંડળ આખરે આ ઊર્જાને કેવી રીતે શોષે છે?

   આ સિવાય આ અંતરિક્ષયાન સૂર્યમાંથી નીકળનારા ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન અને તેજ રફ્તારવાળી સૌર આંધી સંદર્ભે પણ વધારે જાણકારી એકઠી કરવામાં મદદ કરશે. આ બંને પ્રત્યક્ષ ઘટનાઓની પૃથ્વી પર સીધી અસર થાય છે અને ઘણીવાર તેના કારણે જ પૃથ્વી પર પાવરગ્રિડ્સ અને રેડિયો કમ્યુનિકેશન્સમાં મુશ્કેલી પેદા થાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોનાને પાર પહોંચવા અને આગામી સમયમાં વધુ મિશન દ્વારા આ રહસ્યો બાબતે પણ જાણકારી મળશે. તેના સંદર્ભે કરોડો કિલોમીટર દૂર બેઠેલા ડેટા પ્રાપ્ત કરવા અશક્ય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW