HomeNationalInter Nationalઅમેરિકા વિરુદ્ધ મોરચો બનાવી રહ્યા છે રશિયા-ચીન, પુતિનને જિનપિંગે કહ્યુ - આપણા...

અમેરિકા વિરુદ્ધ મોરચો બનાવી રહ્યા છે રશિયા-ચીન, પુતિનને જિનપિંગે કહ્યુ – આપણા સંબંધો ભાગીદારીથી ઘણાં આગળ

મોસ્કો, બુધવાર

   અમેરિકાની સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની વર્ચુઅલ બેઠક થઈ છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશના ટોચના નેતાઓએ બંને દેશો વચ્ચે સંબંધોનને બહેતર ગણાવ્યા છે.

   ચીનના સરકારી મીડિયાના અહેવાલ પ્રમાણે, શી જિનપિંગે પુતિનને પોતાના જૂના મિત્ર ગણાવ્યા છે. તેમણે કહ્યુ છે કે પુતિને પોતાના મૂળ હિતોની સુરક્ષા માટે ચીનનું દ્રઢતાથી સમર્થન કર્યું અને ચીન તથા રશિયાને ખંડિત કરવાની કોશિશોનો વિરોધ કર્યો છે. જિનપિંગે કહ્યુ છે કે હું આના માટે પુતિનની પ્રશંસા કરું છું. અમે ઘણાં ક્ષેત્રોમાં સહયોગ માટે નવી યોજનાઓ શરૂ કરવા માટે તૈયાર છીએ. આપણા સંબંધો ભાગીદારીથી ઘણાં આગળના છે. યુક્રેન સંકેટ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેન અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચેની વાતચીત બાદ જિનપિંગ સાથે પુતિને વાતચીત કરી છે. અમેરિકાએ તાજેતરમાં સતત જણાવ્યું છે કે રશિયા જાન્યુઆરીમાં યુક્રેન પર હુમલો કરે તેવી શક્યતા છે. જો કે રશિયાએ આવી શક્યતાઓને પાયાવિહોણી ગણાવી છે.

   ક્રેમલિન પ્રમાણે, શી જિનપિંગે પુતિનની સામે એશિયા- પેસિફિકમાં અમેરિકાની ગતિવિધિઓ બાબતે પુતિનની સામે ચિંતાઓ વ્યક્ત કરી છે. તેમા ઑક્સના ગઠનની વાત પણ સામેલ છે, કે જે આ ક્ષેત્રમાં પરમાણુ બિનપ્રસારના પાયાને નબળો બનાવે છે. પુતિને કહ્યુ છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર રશિયા અને ચીનની વચ્ચે ઘનિષ્ઠ સમન્વય સમયની માંગ છે. બંને દેશોએ સાથે મળીને ઘણાં વૈશ્વિક મુદ્દાઓને હલ કરવાના છે. તેમણે રશિયા-ચીન સંબંધોને 21મીસદી માટે આંતરરાજ્ય સહોયગનું એક સાચું મોડલ ગણાવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW