HomeGujaratઅમદાવાદના 10 એન્જિનિયરોએ સાથે મળીને 1000 પ્રકારની ચા બનાવવાનું એક કસ્ટમાઇઝ મશીન...

અમદાવાદના 10 એન્જિનિયરોએ સાથે મળીને 1000 પ્રકારની ચા બનાવવાનું એક કસ્ટમાઇઝ મશીન બનાવ્યું

અમદાવાદ, બુધવાર

  અમદાવાદના 10 એન્જિનિયરોએ સાથે મળીને 1000 પ્રકારની ચા બનાવવાનું એક કસ્ટમાઇઝ મશીન બનાવ્યું છે.આ હાઇટેક મશીન મોબાઈલથી ઓપરેટ થશે અને ઘર જેવી જ ચા મળશે. માત્ર એટલું જ નહીં, અત્યાર સુધીમાં 100 જેટલા મશીન અમેરિકા અને કેનેડામાં એક્સપોર્ટ પણ કરવામાં આવ્યા છે. આ મશીન વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પણ મુકવામાં આવશે. જ્યાં મહેમાનો 1000 પ્રકારની ચાની મજા માણી શકશે.

  કોરોના અગાઉ ચાનું મશીન બનાવવાનું નક્કી કર્યું. પરંતુ કોરોના આવવાને કારણે એન્જિનિયર મિત્રોના ગ્રુપમાં નિરાશા આવી ગઈ. પરંતુ ગ્રુપના આકાશ ગજ્જરે તમામને હિંમત આપીને ફરીથી ચા બનાવવાના મશીન માટે જોરશોરમાં કામ શરુ કર્યું. દોઢ વર્ષની મહેનત બાદ મિત્રોએ સાથે મળીને ચા બનાવવાનું મશીન તૈયાર કર્યું. આ મશીન અન્ય મશીનથી તદન અલગ હતું. જેમાં ઘરની જેમ જ તપેલી મશીનમાં રહે છે અને ઘર જેવી જ ચા બને છે.મશીનમાં કુલ 8 બકેટ આપવામાં આવ્યા છે, જેમાંથી અલગ અલગ પ્રકારના ચા, દૂધ, કોફી અને સૂપ બની શકે છે. જેને જે વસ્તુ પીવી હોય તે વસ્તુ માટે વ્યક્તિ તે પોતાનો ટેસ્ટ SAVE કરી શકશે અને ત્યાર બાદ OK આપતા જ મશીનમાં તે વસ્તુ ઓટોમેટિક બનવા લાગશે. અલગ અલગ 1000 વ્યક્તિઓ પોતાના મોબાઈલથી પોતાનો ટેસ્ટ SAVE કરીને 1000 પ્રકારના ટેસ્ટની ચા મેળવી શકે છે.78000થી 1 લાખ રૂપિયા સુધીના ચાના મશીન બનાવીએ છીએ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW