HomeNationalInter Nationalદલાઈ લામાને મળશે જૉ બાઈડેન ?, તિબેટ પર આકરું વલણ અખત્યાર કરશે...

દલાઈ લામાને મળશે જૉ બાઈડેન ?, તિબેટ પર આકરું વલણ અખત્યાર કરશે અમેરિકા

નવી દિલ્હી, બુધવાર

  અમેરિકન કોંગ્રેસના સાંસદો રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેન અને તિબેટના આધ્યાત્મિક ધર્મગુરુદલાઈ લામા વચ્ચે બેઠકની અપીલ કરી રહ્યા છે. કહેવામાં આવ્યું છે કે તિબેટને લઈને અમેરિકાના કાયદાઓને સંપૂર્ણપણે લાગુ કરવા જોઈએ અને તિબેટને ચીનનો ભાગ કહેવાની પ્રથાના સમાપ્ત કરવી જોઈએ. અમેરિકાની કોંગ્રેસના 60થી વધુ સાંસદોએ નવા સેનેટમાં આ વાત કહી છે.

  અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ઉજરા જેયાને લખવામાં આલા પત્રમાં આ સ્પષ્ટ છે કે કોંગ્રેસ હવે તિબેટના મામલા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ઐતિહાસિક રીતે આઝાદ દેશ તિબેટ જેના પર ચીને 60થી વધુ વર્ષોથી ક્રૂરતાપૂર્વક કબજો કર્યો છે, અમેરિકા સતત તિબેટનું સમર્થન કરી રહ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે, વિદેશ વિભાગમાં તિબેટના મામલા માટે સ્પેશયલ કોઓર્ડિનેટર તરીકે જેયાની જલ્દીથી નિયુક્તિ કરવામાં આવે તેવી શક્યતા છે.

 તિબેટ માટે અભિયાન ચલાવનારા સમૂહોએ પત્રમાં કહ્યું છે કે કોંગ્રેસને આશા છે કે બાઈડેન પ્રશાસન તિબેટના લોકોના સમર્થન માટે જલ્દીથી સાર્થકપણે કામ કરશે. ઈન્ટરનેશનલ કેમ્પેન ફોર તિબેટે 38 સેનેટર અને 27 પ્રતિનિધિઓને તેટના મામલા પર સાથે આવવા બદલ ધન્યવાદ કહ્યા છે.

  જેયા હાલના સમયમાં નાગરિક સુરક્ષા, લોકશાહી અને માનવાધિકાર માટે રાજ્યના અંડર સેક્રેટરી તરીકે કાર્યરત છે. મહત્વપૂર્ણ છે કે 2002માં તિબેટ નીતિ અધિનિયમમાં સ્પેશયલ કોઓર્ડિનેટરની નિયુક્તિ અનિવાર્ય છે. ચિઠ્ઠીમાં પ્રશાસનને દલાઈ લામા અને કેન્દ્રીય તિબેટિયન પ્રશાસન સાથે જોડાવાની અપીલ કરવામાં આવી છે.

  દલાઈ લામાના ઉત્તરાધિકારીને લઈને ચીની હસ્તક્ષેપના વિરોધની અપીલ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ચીનના પ્રમુખ શી જિનપિંગની સરકાર 86 વર્ષીય દલાઈ લામા માટે પોતાના વારસદારની નિયુક્તિની યોજના બનાવી રહી છે. પરંતુ 2020ની તિબેટ નીતિ અને સમર્થન અધિનિયમમાં કહેવામાં આવ્યું છે કે માત્ર દલાઈ લામા અને તિબેટી બૌદ્ધ સમુદાય જ ઉત્તરાધિકારી પર નિર્ણય લઈ શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW