HomeGujaratગુજરાત ઊર્જા વિકાસ નિગમ દ્વારા સમગ્ર ગુજરાતમાં વીજ ચેકીંગ હાથ ધરાયું

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ દ્વારા સમગ્ર ગુજરાતમાં વીજ ચેકીંગ હાથ ધરાયું

વડોદરા, બુધવાર

   ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમટેડ, વડોદરા દ્વારા સૌરાષ્ટ્ર, ભુજ, જામનગર, રાજકોટ અને અમરેલી વિસ્તાર માં તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તાોમાં મોટા પાયે વીજ ચેકીંગ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે ઔધોગિક અને વાણીજ્ય હેતુના વીજ જોડાણોના વીજ વપરાશનો અભ્યાસ કરી ખાસ ઓપરેશન ટીમો દ્વારા રાત્રીના સમયમાં વીજ ચોરીઓ પકડાતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અત્યાર સુધી 200 થી વધારે આવા ઔધોગિક અને વાણિજ્ય હેતુના મોટા વીજ જોડાણો માં વીજ ચોરી પકડવામાં આવીછે.જ્યારે વીજ ચોરીમાં સામેલ એકમોને રૂ. 15 કરોડથી વધારાના વીજ ચોરીના બીલો આપી વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે.

   પ્રાપ્ત માહિતી અનુસાર અનુપમસિંગ ગેહલોત, આઇપીએસ, એડીજીપી, વડોદરા અને એચ.આર.ચૌધરી, આઇપીએસ, ડીઆઇજી ના સીધા માર્ગદર્શન હેથળ વિજિલન્સ વિભાગ, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમટેડ, વડોદરા દ્વારા સૌરાષ્ટ્ર, ભુજ, જામનગર, રાજકોટ અને અમરેલી વિસ્તાર માં તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તાોમાં મોટા પાયે વીજ ચેકીંગ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે ઔધોગિક અને વાણીજ્ય હેતુના વીજ જોડાણોના વીજ વપરાશનો અભ્યાસ કરી ખાસ ઓપરેશન ટીમો દ્વારા રાત્રીના સમયમાં વીજ ચોરીઓ પકડાતા વીજ ચોરો માં ફફડાટ વ્યાપી જવા પામેલ છે. હાલ જ જામનગર તેમજ પોરબંદર વિસ્તારો માંથી આ સ્પેશિયલ ટીમો દ્વારા પ્રાયાવેટ ટ્રાન્સફોર્મરો હેવી લાઈન માં જમ્પર નાંખી પકડવામાં આવેલ. ત્યારબાદ કચ્છ, નલિયા અને સફેદ રણ વિસ્તરમાંથી પણ આ ટીમો દ્વારા 3 કરોડ જેટલી રકમ ની જંગી વીજ ચોરી પકડી પાડવા માં આવેલ જેમાં મીઠા ના અગરો, આઇસ ફેક્ટ્રીઓ તેમજ સ્ટોન ક્રશરો નો સમાવેશ થાય છે. તેમજ અમરેલી અને ગીર વિસ્તાર ના 10 થી વધુ રિસોર્ટ પણ વીજ ચોરીમાં પકડવામાં આવેલ છે.જુલાઈ 2021 થી શરૂ કરવામાં આવેલ આ ખાસ ચેકિંગ માં 200 થી વધારે આવા ઔધોગિક અને વાણિજ્ય હેતુ ના મોટા વીજ જોડાણો માં વીજ ચોરી પકડવામાં આવેલ જેઓ ને રૂ. 15 કરોડથી વધારાના વીજ ચોરીના બીલો આપી તેઓના પાવર સપ્લાય કાપી નાંખવામાં આવેલ છે.

   અત્રે નંધનીય છે કે આ વીજ ચેકીંગ શરૂ થતા ની સાથે જ વધુ એમ્પીયર લોડીંગ વાળા ફીડરો ના એમ્પીયર ઘટવા ની સાથે સાથે વીજ કંપની ના ફાયદા માં વધારો થવા પામેલ છે. વીજ ચોરી ને ઘટાડી સરકારી વીજ કંપનીઓ પિજીવિસીએલ, એમજીવિસીએલ, ડીજીવિસીએલ અને યુજીવિસીએલ ના ટ્રાન્સમિશન અને ડિસ્ત્રીબ્યુશન લોસ ઘટાડી વીજ કંપનીઓ ની આર્થિક સ્થિતિ વધુ સુધારવા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમટેડ દ્વારા કમર કસવામાં આવેલ છે તેમજ તમામ કંપની ના ઉપલી અધિકારીઓ ને પણ આ ઝુંબેશમાં સામેલ થવા સૂચન કરવામાં આવેલ છે. આમ ઊર્જા ક્ષેત્રે દેશમાં નંબર વન કંપની ઓને હજી વધુ યોગ્યતા વાળી બનાવવા ના ઉદ્દેશ થી આ મેગા ઓપરેશનો શરૂ કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW